SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ વાવણી કરતો જ જાય. જ્યાં જાય ત્યાં પ્રસન્નતા વેરતો જાય. તમે બીજાને આનંદ તો જ આપી શકો, જો જીવો પર અપાર કરુણા હોય. કરુણા-હીન હૃદયવાળાને કદી દીક્ષા ન આપી શકાય. કદાચ આપી દીધી હોય તો ૨વાનો કરવો પડે. એક માખી મારવાની આદતવાળાને પૂ. બાપજી મ.ની આજ્ઞાથી ઉત્પ્રવ્રુજિત કરવો પડેલો. સાધુના દ્રવ્ય-ચારિત્રનું પાલન પણ લોકોને કેટલો આનંદ આપે ? દક્ષિણમાં ગયા. અજૈન પ્રજા પણ એટલી પ્રસન્નતાથી ઝૂકે કે આપણે સ્તબ્ધ બની જઈએ ! ભગવાને કેવો ધર્મ બતાવ્યો ? આ જીવનમાં આપણે બીજાને આનંદની જગ્યાએ ઉદ્વેગ આપીએ તો ? આપણા નિમિત્તે કોઈ ધર્મની નિંદા કરે તો ? પૂ.પં.ભદ્રંકર વિ.મ. કહેતા : ‘ચારે બાજુ લીલોતરીવાળી જગ્યા હોય, રોડ પર જ લીલોતરી વગરની જગ્યા મળતી હોય તો લીલોતરી ૫૨ બેસો, પણ રોડ પર નહિ.' આપણા નિમિત્તે કોઈને ઉદ્વેગ થાય, એવું વર્તન થઈ જ કેમ શકે ? શાસનની પ્રભાવના માટે કદાચ પુણ્ય જોઈએ, પણ અપભ્રાજના રોકવા માટે એવા પુણ્યની જરૂર નથી. એ તો બધાથી થઈ શકે. એ બધાનું કર્તવ્ય છે. સાધના અને પ્રાર્થના હું કોઈપણ વસ્તુને ચાહું તેના કરતાં આત્માને ચૈતન્યમાત્રને વધુ ચાહું, એવું મારું મન બનો, એ શ્રેષ્ઠ સાધના અને પ્રાથના છે. કહે, કલાપૂર્ણસૂરિ-૪ *
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy