SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌણ ન કરી શકાય. જિનાગમ અમૃતનું પાન જ્ઞાન દ્વારા જ મળી શકશે. જ્ઞાનમાં પણ મુખ્યતા કોને આપવી ? કેવળજ્ઞાનને કે શ્રુતજ્ઞાનને ? શ્રુતજ્ઞાન જ ચાર જ્ઞાનમાં વધુ ઉપકારી છે. કારણકે તેનું આદાન-પ્રદાન થઈ શકે છે, અન્ય જ્ઞાનનું નહિ. એટલે જ અન્ય ચાર જ્ઞાન મૂંગા કહ્યા છે. | મૂળ વિધિ ત્રીજા પહોરે વિહાર કરવાની છે. તે જ્ઞાનની મુખ્યતા જ કહે છે. પહેલી સૂત્ર પોરસી, બીજી અર્થ-પોરસી અને ત્રીજી આહાર-વિહાર-નીહાર પોરસી છે. ભગવતીમાં એક વખત એવું આવ્યું કે મને તો થયું : સાક્ષાત ભગવાને મને આ આપ્યું. ત્યાં આવ્યું : આત્માના ગુણો અરૂપી છે. મને થયું : ભગવાનના ગુણો પણ અરૂપી છે. ભગવાનના ક્ષાયિક આપણા ક્ષાયોપથમિક છે. પણ એની સાથે એકાકાર બનાવવાથી એ પણ ક્ષાયિક બની શકે છે. કપડા, મકાન, શરીર, શિષ્ય વગેરે “મારા લાગે છે, પણ જ્ઞાનાદિ ગુણો “મારા લાગે છે ? “મારા” ન લાગે ત્યાં સુધી તમે એની પાછળ દત્તચિત્ત નહિ બની શકો. શરીર માટે, શરીરના સાધનો માટે “મારાપણાનો ભાવ છે, તેવો ભાવ આત્મા માટે છે ? હોય તો હું તમને નમન કરું ! છે “શત્રુંજી નદી નાહીને.” કઈ શત્રુંજી નદીમાં ન્હાવાનું ? આ નદીમાં તો પાણીયે નથી. મૈત્રીભાવના એ જ શત્રુંજી નદી છે. એમાં સ્નાન કરનારો જ શત્રુજ્યી બની શકે. મુખ બાંધી મુખ કોશ” એટલે ? વચન ગુતિ કરવી. ગુસ્સો આવી જાય તો પણ ત્યારે બોલવું નહિ. ન બોલવાથી ઘણા અનર્થોથી બચી જવાશે. • વંદન, પૂજન, સત્કાર, સન્માન વગેરેથી આપણો સંબંધ ભગવાન સાથે જોડાય છે. ભગવાન પર અનુરાગ હોય * * * * * * * * * * * * * ૩૩૦
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy