SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ નિયોતિ) મોક્ષે જાય છે. “અરિહંત ચેઈઆણં' સૂત્રથી જગતમાં રહેલા સર્વ ચેત્યોને (પ્રતિમાઓ)ને વંદન પૂજન વગેરેનો લાભ મળી જાય છે. પ્રશ્ન : જૈન મુનિઓ તો સર્વવિરતિમાં રહેલા છે. તેઓ પ્રતિમાના પૂજન વગેરેનો ઉપદેશ શી રીતે આપી શકે ? કે શી રીતે અનુમોદના કરી શકે ? ઉત્તર : અહીં સ્પષ્ટ લખ્યું છે : મુનિ પૂજા માટે ઉપદેશ આપી શકે, અનુમોદના પણ કરી શકે. સમવસરણમાં દેવ (સૂર્યાભ જેવા) નાટક કરતા હોય તો સાધુ ઊઠીને ચાલ્યા ન જઈ શકે. આ પણ એક પ્રભુ-ભક્તિ છે. કેવળી ભગવાન પણ ભગવાનની દેશના ચાલુ હોય ત્યારે ત્યાં બેસી રહે છે; કૃતકૃત્ય હોવા છતાં પણ. આ વ્યવહાર છે, તેમનો વિનય છે, કેવળી પણ વિનય ન છોડે તો આપણાથી શી રીતે છોડાય ? લુણાવા (વિ.સં. ૨૦૩૨)માં પ્રભુનો વરઘોડો હતો. પધારવા વિનંતિ કરવા આવતાં કોઈ સાધુ આવે તેની વાટ જોયા વિના પૂ.પં. ભદ્રંકર વિ.મ. ત્યાં પધારી ગયેલા. એમ મેં નજરે જોયેલું છે. ભગવાનનો આ વિનય છે. સાધુ પૂજા માટે ઉપદેશ આપી શકે, કરાવી શકે. અહીં સ્પષ્ટ લખ્યું છે. સાધુ આ રીતે ઉપદેશ આપે : “જિનપૂજા કરવી જોઈએ. આનાથી શ્રેષ્ઠ, પૈસાનું અન્ય કોઈ સ્થાન નથી.” | સામાયિક વગેરે સ્વસ્થાને શ્રેષ્ઠ છે, પણ ભગવાનનો વિનય ગૃહસ્થો તો પૂજા દ્વારા જ કરી શકે. વળી ધનની મૂચ્છ પણ પૂજા દ્વારા તુટી શકે. જેઓને પૈસાની મૂચ્છ છોડવી નથી તેઓ સામાયિક પૌષધની વાત આગળ કરીને બેસી રહે છે. ન પૈસો, ન ટક્કો, ઢુંઢિયો ધરમ પક્કો. આવા લોકોને ઢુંઢક મત ગમે, તેમાં કોઈ નવાઈ નથી. પૈસાનો ખર્ચ નથીને! કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * = ૩૩૩
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy