SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨) સિવ-મયલ-મગ-મળત-મયમવ્યાવામપુર વિત્તિ - सिद्धिगइनामधेयं ठाणं संपत्ताणं । ભગવાન શિવ, અચલ, અરુજ, અનંત, અક્ષય, વ્યાબાધા અને પુનરાગમન રહિત સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલા છે. વ્યવહારથી ભગવાનનું સ્થાન સિદ્ધશિલા છે, પણ નિશ્ચયથી સ્વસ્વરૂપ જ છે. તે (સિદ્ધિગતિ) સર્વ ઉપદ્રવથી રહિત હોવાથી અચલ છે. શરીર-મન ન હોવાથી પીડા ન હોવાથી અરુજ છે. ક્ષય ન હોવાથી અક્ષય છે. અંત ન હોવાથી અનંત છે. છે. આબાધા રહિત હોવાથી અવ્યાબાધ છે. ત્યાં ગયા પછી પાછું આવવાનું નથી માટે અપુનરાવૃત્તિ - પૂજ્ય આ.શ્રી વિજય કલાપ્રભસૂરિજી : શ્રી હરિભદ્રસૂરિજી મ., મુનિચન્દ્રસૂરિજી - બશે મહાપુરુષોએ પ્રભુ-સ્તવનારૂપ લલિત વિસ્તરા, નામક ટીકા અને પંજિકા લખી છે. આપણે ચાર-ચાર મહિના સુધી આ ગ્રન્થ ૫૨ જે કાંઈ સાંભળ્યું છે. પૂ. ગુરુદેવે ખૂબ જ સુંદર શૈલીથી ભગવાન ગમી જાય તે રીતે આપણને સમજાવ્યું. આ રીતે આપણે કોઈ વખત ભગવાનને ઓળખવાનો પ્રયાસ કર્યો નથી. બ્રાહ્મણ કુળમાં જન્મ લેવા છતાં હરિભદ્ર કઈ રીતે ભગવાનને ઓળખી શક્યા ? એક પણ ક્ષણ ભગવત્ સ્મરણ વિનાની નહિ હોય. તો જ આવું તેઓ આવું લખી શક્યા હશે. પૂજ્યશ્રીનું જીવન પણ ભગવન્મય જ છે. આથી જ તેઓ આના પર બોલવાના અધિકારી છે. ભગવાન પર પ્રેમ હોવાથી જ નાદુરસ્ત તબિયત હોવા છતાં વાચના બને ત્યાં સુધી બંધ નથી રાખી. અમે ના પાડીએ તો પણ બંધ રાખી નથી. પૂજયશ્રી જેવા તો આપણે ન બની શકીએ, પણ એમના ચરણોમાં નતમસ્તકે પ્રાર્થના કરીએ : આપ ભગવાનને જે રીતે * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ ૩૦૪ *
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy