SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ઘુસી જઈએ છીએ. અથવા અહીં રહીને મોહના એજન્ટનું કામ કરીએ છીએ, જેમ ભારતમાં રહેતા ત્રાસવાદીઓ પાકિસ્તાનના એજન્ટ બનીને કામ કરે. રહેવું ભગવાનના શાસનમાં અને કામ કરવું મોહનું આ કેવું ? રહેવું ભારતમાં અને કામ કરવું પાકિસ્તાનનું. આ કેવું? - થમા થી માંડીને થપ્પવરાવરંત સુધી વિશેષ ઉપયોગ સંપદા થઈ. (૨૫) મMડિયેવરના - સંસUાથરીui કેટલાક (બૌદ્ધો) પોતાના ભગવાનને “પ્રતિતતવજ્ઞાનદર્શનધર' માને છે. તેઓ કહે છે : અમારા ભગવાન સર્વજ્ઞ હોય કે ન હોય, અમારા ઈષ્ટ પદાર્થને જુએ એટલે બસ. અહીં આ મતનું ખંડન થયું છે. વીતરાગ પ્રભુ અપ્રતિહત ઉત્તમ જ્ઞાન અને દર્શનને ધારણ કરનારા છે. સર્વજ્ઞતાની ઠેકડી ઉડાડતા એ બૌદ્ધોએ કહ્યું છે : सर्वं पश्यतु वा मा वा, तत्त्वमिष्टं तु पश्यतु । प्रमाणं दूरदर्शी चेदेते गृध्रानुपास्महे ॥ અમારા ભગવાન બધું જુઓ કે ન જુઓ પણ ઈષ્ટ તત્ત્વ જુઓ. દૂરદર્શીને જ જો પ્રમાણ ગણવામાં આવે તો અમે ગીધની ઉપાસના કરીએ. ગીધ કેટલું દૂર-દૂર સુધી જોઈ શકે છે ? પાંચેય આચારોનું જેમ જેમ પાલન થતું જાય તેમ જ્ઞાનાદિનો ક્ષયોપશમ વધતો જાય. જ્ઞાન અને જ્ઞાનીની આશાતના ટાળવી, જ્ઞાન જ્ઞાનીનું બહુમાન કરવું, વગેરે દ્વારા જ્ઞાન વધતું રહે છે. દીક્ષા લીધી ત્યારે કેટલું આવડતું હતું ? અત્યારે વધુ આવડે છે, તેમાં જ્ઞાનાચારના પાલનનો પ્રભાવ છે, એમ સમજાય છે ? કેવળજ્ઞાન-દર્શન એ તો આપણો સ્વભાવ છે. એ સ્વભાવ આપણે ન મેળવીએ તો કોણ મેળવશે ? ભગવાન આખા જગતને પૂર્ણરૂપે જુએ છે, પણ આપણે કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૨૮૧
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy