SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ આપે, તેમ પૂર્વાચાર્યોએ આપણા માટે આ શાસ્ત્રો બનાવીને આપ્યા છે, સંસ્કૃતમાં પણ સમજ ન પડે તો ગુજરાતી કૃતિઓ રચી છે. ૩૦ વર્ષની ઉંમરે દીક્ષા લીધા પછી પણ સંસ્કૃતનો અભ્યાસ કરવાનું મન એટલે થયું કે અનુવાદ ગમે તેટલો સારો હોય તો પણ મૂળ કૃતિની તોલે ન જ આવે. અનુવાદ એટલે વાસી માલ! વાસી માલ નથી જ જોઈતો – એવા સંકલ્પ જ મને સંસ્કૃત અભ્યાસ કરવા પ્રેર્યો. જ આ જન્મમાં જેટલી ચીજ મળશે, કાંઈક અધૂરું રહેશે તો પણ ચિંતા નહિ કરતા, આગામી ભવમાં આ અધૂરી સાધના પૂર્ણ થશે. પણ સાધના જ શરૂ નહિ થઈ હોય તો શી રીતે પૂર્ણ થશે ? ભગવાન જેવું ઉપાદાન પામીને પણ આપણો આત્મા કલ્યાણ ન સાધે તો ક્યારે સાધશે ? બીજા કોઈને નહિ તો આપણી જાતને તો ઠપકો આપી શકીએ ને ? અમારા દીક્ષાદાતા પૂ. રત્નાકર વિ.મ. પોતાની જાતને શિક્ષા આપતા. કાઉસ્સગ્ન વગેરેમાં પ્રમાદ આવે તો પોતે જ પોતાને થપ્પડ મારી દેતા. ચક્રવર્તીના ચક્રથી મોટા-મોટા શત્રુ રાજાઓ પણ ગભરાઈ જાય. ભગવાનના પણ ધર્મચક્રથી ચારેય ગતિ, ચારેય કષાયો, ચારેય સંજ્ઞાઓ ચકનાચૂર થઈ જાય, ચારેય ધર્મો આવી મળે. આથી જ ભગવાન ચાતુરંત ચક્રવર્તી છે. પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ કાળ ૨૦૦ થી ૯૦૦ સાગરોપમ છે. જો આટલા કાળમાં કામ ન કર્યું તો વિકસેન્દ્રિય - એકેન્દ્રિયમાં જવું પડશે. માટે જ પ્રમાદ કરવાની શાસ્ત્રકારો ના પાડે છે. પણ આ સાંભળે કોણ ? જીવનમાં ઉતારે કોણ ? જ સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધિગતિ સુધી ભગવાન આ રીતે જ (સંસારનો અંત કરનાર ધર્મ ચક્રવર્તી તરીકે) વર્તે છે. જ્યાં ભગવાન જાય ત્યાં મોહના સામ્રાજ્યને તોડી-ફોડી નાખે છે. આપણને અહીં સુધી ભગવાને જ પહોંચાડ્યા જ ને? પણ આપણે ક્યારેક ભગવાનને છોડીને મોહની છાવણીમાં ૨૮૦ * * * * * * * * * * * * કહે,
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy