SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ આવી ઊંચી કક્ષાએ પહોંચ્યા પછી આ લોકની જ વાહવાહમાં પડ્યા રહ્યા, પરલોકની જરાય ચિન્તા ન કરી તો પછી થશે શું ? આ જીવન પરલોકપ્રધાન બનાવવું જ રહ્યું. परिणामकटवो विषयाः ।। પાંચેય ઈન્દ્રિયોના વિષયો પરિણામે કટુ ફળવાળા છે. આ ઈન્દ્રિયોના વિષયોમાં જો લેપાઈ ગયા તો સાધના શી રીતે થશે? विप्रयोगान्तानि सत्सङ्गतानि । સંયોગ માત્રની નીચે વિયોગ છૂપાયેલો છે. સંયોગમાં આનંદ માણ્યો તો વિયોગમાં આક્રંદ કરવો જ પડશે. આપણને ઈષ્ટનો વિયોગ દુઃખકર લાગે છે, પણ સંયોગ જ ઈષ્ટ ના માન્યો હોત તો વિયોગ દુઃખરૂપ લાગત ? પતિમયાતુર-વિજ્ઞાતવાતમઃ | આ આયુષ્યનો પરપોટો ગમે ત્યારે ફૂટી જાય તેમ છે. રોજ કેટ-કેટલાના મરણો સાંભળીએ છીએ ? આપણા મૃત્યુના સમાચાર પણ કોઈક સાંભળશે, એ વિચાર આવે છે ? પરમતત્ત્વનું ચિન્તન પરમતત્ત્વનું કે પરમાત્માનું ચિત્ત શુદ્ધ ભાવનું કારણ બને છે. અગ્નિમાં નાંખેલું સુવર્ણ પ્રતિક્ષણ અધિક - અધિક શુદ્ધ થતું જાય છે, તેમ પરમાત્માની ભક્તિમાં તેના ગુણ-ચિંતનમાં સાધક અખંડ ધારા રાખે તો તેનો આત્મા પણ વધુ ને વધુ શુદ્ધ થતો જાય છે. પ્રભુભક્તિનું આ યોગબળ સર્વત્ર અને સર્વદા જયવંતું વર્તે છે. - પૂ.આ.શ્રી વિજયકલાપૂર્ણસૂરિજી ga * * * * = = * * * * * * * ૨૩૧
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy