SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરાગ્ય થયો તો દેવોએ વેષ આપેલો. જો કે તો પણ પૂર્વજન્મમાં ગુરુ ભગવાન વગેરે કારણ ખરા જ. હૃદયમાં ભગવાન પ્રત્યે અનુરાગ જાગે એટલે તરત જ ભગવાન તરફથી વહેતો અનુગ્રહનો પ્રવાહ આપણામાં આવવા લાગે જ. કાશીમાં ભણીને આવેલા, મોટા વાદીઓને હરાવનારા મહાન તાર્કિક પૂ.ઉપા. યશોવિજયજી જેવા જ્યારે ભગવાનની ભક્તિને સારભૂત ગણાવતા હોય ત્યારે વિચારવા જેવું નહિ ? આગમોદ્ધારક પૂ. સાગરજીએ કહેલું છે : ઉપા. યશોવિજયજીના ગ્રન્થોમાંથી એક અક્ષરની પણ ભૂલ ન નીકળી શકે. એ તો હરિભદ્રસૂરિજીના અવતાર હતા. રાગ એમને એમ ન જાય. કાંટો કાંટાથી જાય, તેમ રાગ રાગથી જાય. સંસારના રાગને પ્રભુનરાગમાં વાળવો, એ જ ભક્તિનું બીજ છે. ભગવાન પર બહુમાન જાગે તો ભગવાનના વચન પર પણ બહુમાન જાગે જ. તળે ગીતા તબ્બા' આ ભગવાનનું વચન છે. એટલે જ ભક્તિ આખરે વિરતિ તરફ લઈ જાય. (૨૧) થ યાdi | ભગવાન જીવોની ભવ્યતા (યોગ્યતા) મુજબ દેશના આપે, યોગ્યતાથી વધુ નહિ. આનંદ આદિ શ્રાવકો માટે ભગવાને કદી સર્વવિરતિનો આગ્રહ ન્હોતો રાખ્યો. - ભગવાન દેશનામાં શું કહેતા હશે ? હરિભદ્રસૂરિજીએ આપેલો નમૂનો જુઓ : પ્રવીણવિરોષે ભવ: | આ આખો સંસાર સળગતું ઘર છે. હૈદ્રાબાદમાં હું નાનો હતો ત્યારે પાંચ માળના એક થિયેટરમાં નીચે આગ લાગેલી. પાંચમે માળે લોકો સિનેમા જોતા હતા. તે વખતે લોકો શું કરે ? સિનેમા જોવા બેસે કે બચવાની કોશીશ કરે ? સંસાર બળતું ઘર છે. એમ હજુ લાગ્યું નથી. લાગે તો એક ક્ષણ પણ શી રીતે રહી શકાય ? * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ ૨૨૮ * * * * * * * * * *
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy