________________
બહુમાનપૂર્વક વાંચેલુ હોય તો જ પંક્તિનું રહસ્ય હાથમાં આવે.
• વિવિદિષા એટલે તત્ત્વચિન્તન માટેની તીવ્ર ઈચ્છા ! જિજ્ઞાસા. આ હોય ત્યારે શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, વિજ્ઞાન, ઊહ-અપોહ અને તત્ત્વનો અભિનિવિશ (આગ્રહ). બુદ્ધિના આ આઠ ગુણો પ્રગટે.
ઊહ એટલે સમન્વય અથવા સામાન્ય જ્ઞાન. અપોહ એટલે વ્યતિરેક અથવા વિશેષ જ્ઞાન.
ચિન્તન ઉપયોગી ક્યારે બને ?
સત્શાસ્ત્રોમાં તત્ત્વનું નિરૂપણ હોય છે. ગુરુગમવડે તે રહસ્યો ખુલે છે. તેનું ચિંતન જીવને ઉપયોગી છે. ક્યારે ? જો તે સાધક એકાંતમાં છે તો આત્મભાવમાં સ્થિર થાય છે. અને વ્યવહારમાં છે તો મનના વિચારને, વાણીના વ્યાપારને શારીરિક ક્રિયાને તત્ત્વમય રાખે છે. અર્થાત અશુભ હો કે શુભ તેને નથી શોક કે નથી હ તે તો આત્મામાં સંતુષ્ટ છે. જો આ યોગોમાં તે જાગૃત નથી તો તેની તત્ત્વદષ્ટિ શુષ્ક છે, જે ભવસાગર તરવામાં પ્રયોજાભૂત બનતી નથી.
કહે, કલાપૂર્ણસૂરિ-૪ * *
*
*
*
* *
*
* *
* *
* ૨૦૩