SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણ પ્રકર્ષ વિના અચિંત્ય શક્તિ નથી આવતી. અચિંત્ય શક્તિ વિના અભયપ્રદ શક્તિ નથી આવતી. અભયપ્રદ શક્તિ વિના પરાર્થકરણતા પ્રગટી શકતી નથી. દર્શન, જ્ઞાન અને ચારિત્રના ક્રમની જેમ આ ક્રમ પણ સમજવા જેવો છે. | પરાર્થકરણતા મેળવવી હોય તો અભયપ્રદ શક્તિ જોઈએ. એ માટે અચિંત્ય શક્તિ જોઈએ. અચિંત્ય શક્તિ મેળવવી હોય તો ગુણનો પ્રકર્ષ જોઈએ. આ ચાર ભગવાનમાં છે, માટે જ ભગવાન અભય આપી શકે છે. પૂ. હરિભદ્રસૂરિજી અહીં બિલકુલ સ્પષ્ટ છે : વખ્ય દ્ધ સિદ્ધિરિતિ આના પર પંજિકાકાર શ્રી મુનિચન્દ્રસૂરિજી લખે છે : “વિષ્ય: શ્વ, ન સ્વતઃ નાgિ મચેષ્યઃ' એટલે કે સ્વથી પણ નહિ કે પરથી પણ નહિ, ભગવાન પાસેથી જ અભયની પ્રાપ્તિ થાય છે. - ઝવેરીના ગમે તેટલા વખાણ કરો એ કાંઈ ઝવેરાત તમને ન આપે, પણ ભગવાન એટલા દયાળુ છે કે તમે માત્ર તેમના ગુણોનું ગાન કરો અને એ ગુણો ભગવાન તમને આપી દે. જે ગુણ ગાવ તે ગુણ તમારો થઈ જાય. પંચસૂત્રમાં આરાધનાનો ક્રમ આ પ્રમાણે છે : શરણાગતિ, દુષ્કૃતગહ અને સુકૃત અનુમોદના. પણ એક અહંકાર એકેય ગુણને આવવા દેતો નથી. અહંકારી ન શરણું સ્વીકારી શકે ન સ્વદુષ્કતોની ગહ કરી શકે, ન પર-ગુણોની અનુમોદના કરી શકે. | દુર્યોધનને કોઈ ગુણી ન દેખાયો, યુધિષ્ઠિરને કોઈ દોષી ન દેખાયો. લાગે છે : હજુ પણ આપણી આંખ દુર્યોધનની જ છે. કોઈ ગુણી દેખાતો જ નથી. પછી શાની અનુમોદના ? પોતાનો એકેય દોષ દેખાતો જ નથી. પછી શાની ગહ ? જાતમાં ગુણો હોય તો જ બીજાને ગુણો આપી શકાય. એક પણ દોષ હશે ત્યાં સુધી ચેન ન પડવું જોઈએ. ધીરે-ધીરે ગુણો મેળવતા રહો. એક સાથે ગુણો નહિ મળે. ગૃહસ્થ જેમ ધીરે-ધીરે ધન મેળવે, તેમ ગુણ મેળવતા રહો. ઝ ઝ = = = = * * * * * * ૧૮૯
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy