SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ સંસાર એટલે વિષય-કષાય. જ્યાં વિષય-કષાય ઉત્કટ હોય ત્યાં બધા દોષો ઉત્કટ હોવાના. ભગવાન પ્રત્યે બહુમાન ભાવ પ્રગટતાં આપણા ગુણો પ્રગટવા માંડે છે, ચિત્ત સ્વસ્થ થવા માંડે છે. માટે જ સ્વસ્થતા ભગવાન આપે છે, એમ અહીં કહ્યું છે. ચિત્ત જ્યારે જ્યારે ચપળ હોય ત્યારે ત્યારે વિચારજો : ચિત્ત ચંચળ શા માટે છે ? જે જે શબ્દાદિનું ગ્રહણ કરીએ તેના - તેના વિચારો આવવાના જ. આથી મન ચંચળ થાય છે. કાજળની કોટડીમાં રહેલા આપણે કાળાશ ન લાગે તેવી રીતે રહેવાનું છે. પાંચેય ઈન્દ્રિયો તરફ દોડતી વૃત્તિઓને રોકવાની છે. તે વૃત્તિઓને અંદર પડેલો અઢળક ખજાનો બતાવવાનો છે. ભગવાન પ્રત્યેનો પક્ષપાત તો જ થયો ગણાય જો વિષયોની વિમુખતા હોય. ભવાભિનંદી કદી ભગવાનનો ભક્ત બની શકતો નથી. વિષયો પ્રત્યેનો વૈરાગ્ય ભગવાન પ્રત્યેના બહુમાનને સૂચવે છે. વિષયો પ્રત્યેનો વૈરાગ્ય ન હોય તો બુહમાન પ્રગટ્યું નથી, એમ નક્કી માનજો . - ભગવાન તો સ્વ-પદવી આપવા તૈયાર છે, પણ આપણામાં યોગ્યતા જોઈએ ને ? ભગવાનમાં ગુણોનો પ્રકર્ષ પ્રગટેલો છે. ગુણો ભગવાન પાસેથી જ મળશે. આ બધા પદાર્થો પૂ. હરિભદ્રસૂરિજીએ અહીં અદ્ભુત રીતે ખોલ્યા છે. ક્રોડ-ક્રોડ વંદન કરીએ તેમના ચરણોમાં. રોગ-રહિત શરીર સ્વસ્થ કહેવાય, તેમ પોતાના સ્વભાવમાં રહેલો આત્મા સ્વસ્થ કહેવાય. તેનો ભાવ તે સ્વાથ્ય કહેવાય. “સમર્થના (ભગવાનના) ખોળે હું બેઠેલો છું. ભક્તને સદા આવો ભાવ રહે છે. આથી જ એ કદી અસ્વસ્થ નથી બનતો. ભયભીત નથી બનતો. ભગવાનમાં ગુણ પ્રકર્ષ સાથે પુણ્ય-પ્રકર્ષ પણ છે. અચિજ્ય શક્તિ પણ છે. આથી જ તેમનામાં પરોપકારનો પણ પ્રકર્ષ છે. ૧૮૮ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy