SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ હોય તો જ તમે સાચા અર્થમાં મૂર્તિમાં ભગવાનના દર્શન કરી શકો, તો જ આગમ સાચી રીતે વાંચી શકો. સમ્યમ્ - દૃષ્ટિના દર્શનને જ શબ્દનય ખરા દર્શન તરીકે સ્વીકારે છે નૈગમ નય : ચંચળ મનના દર્શન, વ્યવહાર નયઃ વિધિપૂર્વકના દર્શન, ઋજુસૂટાનય: મન-વચન-કાયાની સ્થિરતાપૂર્વકના દર્શન, (અહીં સુધી હજુ સમ્યમ્ - દર્શન નથી.) શબ્દનઃ પ્રભુની આત્મસંપત્તિ પ્રગટ કરવાની ઈચ્છાપૂર્વકના દર્શન, સમભિરૂઢનયઃ કેવળજ્ઞાનીના દર્શન. એવંભૂત નયઃ સિદ્ધોના દર્શનને જ દર્શન માને છે. છે ભગવાનને તમે સમર્પિત બનો તો બાકીનું ભગવાન સંભાળી લે. સમર્પિત બનવું જ કઠણ છે. બધું પાસે રાખીને માત્ર “જિન તેરે ચરણ કી શરણ ગ્રહું' એમ બોલવાથી સમર્પણ ન આવે. સમર્પણ માટે બધાનું વિસર્જન કરવું પડે, અહંનું વિસર્જન જ સૌથી કઠણ છે. અહંના વિસર્જનપૂર્વક જે ભક્ત ભગવાનના શરણે જાય, તેનું ભગવાન બધું જ સંભાળી લે. સમર્પણભાવ તો આપણે જ પેદા કરવો પડે. એ કાંઈ ભગવાન કરી ન આપે. બીજ ખેડૂત વાવે, પાણી, ખેડ વગેરે પણ ખેડૂત કરે, જ્યારે અહીં આપણે કરવાનું છે. બધું ભગવાન પર છોડીને નિષ્ક્રિય નથી બનવાનું. નામાદિ ચાર ભવસાગરમાં સેતુ સમાન છે. એ સેતુને તમે પકડી રાખો, વચ્ચેથી છોડો નહિ તો ભવસાગરથી પાર કરવાની જવાબદારી ભગવાનની છે. • સમવસરણમાં બેઠેલા ભગવાન ભલે ભાવનિક્ષેપે ભગવાન કહેવાય, પણ દર્શનાર્થી માટે તો ત્યારે જ લાભદાયી બને, જયારે તે પ્રભુની આત્મ-સંપત્તિને (ભાવ આહત્યને) જુએ. માત્ર અષ્ટ પ્રાતિહાર્ય કે સમવસરણની સંપદા તો અંબડ પરિવ્રાજક જેવા પણ બનાવી શકે. ૧૦૬ * * * * * * * * * – * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * 8
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy