SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ગઈ દીનતા અબ સબહી હમારી.’ ઉપા. યશોવિજયજી. સાધ્યાલંબી બન્યા વિના આત્મા સાધનામાં સક્રિય બની શકતો નથી. સમ્યગ્દર્શન મળી ગયા પછી ચેતના આત્મતત્ત્વ તરફ વળે છે. પૂ. દેવચન્દ્રજી. ઈન્દ્રપણું-ચક્રવર્તીપણું ૨ોગ સિવાય શું છે ? આત્મ-ધન દેખાતાં એ રોગ જ લાગે. આત્મધન એવું છે, જેને કોઈ લુટી શકે નહિ, જે કદી ખુટી શકે નહિ. એ મળ્યા પછી દીનતા કેવી ? ઈન્દ્ર-ચન્દ્રાદિપદ રોગ જાણ્યો, શુદ્ધ નિજ શુદ્ધતા ધન પિછાણ્યો; આત્મધન અન્ય આપે ન ચોરે, કોણ જગ દીન વળી કોણ જોરે ? પૂ. દેવચન્દ્રજી મ.ની આત્માનુભૂતિ પછી આવેલી આ મસ્તી છે. ખુમારી છે. એ શબ્દો વાંચતાં આજે પણ હૃદયમાં મસ્તી પ્રગટી શકે છે. - આપણી મંદ જ્યોતિ તેજસ્વી જ્યોતિ (પ્રભુની) માં ભળે એટલે આપણી જ્યોતિ અખૂટ બની જાય. લોગસ્સ સૂત્ર જ્યોતિનું જ સૂત્ર છે. આવા પરમ જ્યોતિર્ધર પ્રભુ પાસે ગણધરોએ ત્રણ ચીજોની (આરોગ્ય, બોધિ, સમાધિ) માંગણી કરી છે. પરમ આરોગ્ય મોક્ષ છે. એના મુખ્ય બે કારણ બોધિ અને સમાધિ છે. આ ત્રણેય મળશે તો ભગવાનના પ્રભાવથી જ મળશે. ૧૨૮ ભગવાન પર અને ભગવાનની આજ્ઞા પર બહુમાન વધશે તેટલા પ્રમાણમાં વિશુદ્ધ પ્રકારના બોધિ-સમાધિ મળશે. ભાવ-વિભોર થઈ પ્રભુ-ગુણ ગાવાથી કર્મની નિર્જરા થતાં અપૂર્વ આનંદ વધે છે. * આવા ધ્યાન માટે ખાસ પૂર્વભૂમિકા તૈયાર કરવી પડશે. લબ્ધિધર બધા મુનિઓ ૫૨મજ્યોતિ ધ્યાનના અભ્યાસી * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy