SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ - અત્તરાત્મામાં સ્થિરતા માટે બહિરાત્મામાંથી બહાર નીકળવું પડે. ત્યાર પછી પરમાત્મદશા પ્રગટે. (૫) ક્લાધ્યાન ? અન્યોને એ માટે હઠયોગ કરવો પડે. જૈન મુનિને સહજ રીતે કુંડલિનીનું ઉત્થાન થઈ જાય. આપણે હઠયોગ નથી કરવાનો, સહજયોગમાં જવાનું છે. પ્રાણાયામ કરવાની ના પાડી છે. સ્વાધ્યાય વગેરેમાં મન, પ્રાણ આદિની શુદ્ધિ થતી જ રહે છે. અત્યંત ધ્યાનની સિદ્ધિ થતાં સ્વયમેવ કુંડલિની ખુલે છે. કુંડલિની એટલે જ્ઞાન-શક્તિ. અહીં આચાર્ય પુષ્પભૂતિનું ઉદાહરણ આપ્યું છે. જ્ઞાન-શક્તિનો આનંદ લુંટવા આચાર્ય પુષ્પભૂતિ, એક ઉત્તરસાધક (શિથિલ છતાં આ અંગે જાણકાર) મુનિને બોલાવી સમાધિમાં બેસી ગયા. જોનારને મડદું જ લાગે. બીજાને અંદર નહિ જવા દેતાં અગીતાર્થોએ રાજાને ફરીયાદ કરી : અમારા આચાર્યને આ આગંતુકે મારી નાખ્યા લાગે છે. રાજા સ્વયં આવ્યો. આથી અંગૂઠો દબાવતાં આચાર્યશ્રી સમાધિમાંથી બહાર આવ્યા. આવી પણ કળાઓ આપણામાં હતી. એક મુનિ રાણકપુરમાં કુંડલિની સાધના કરવા જતાં ગાંડા થઈ ગયા. માટે ગમે તેવા બાવાજીને પકડીને આમાં પડતા નહિ. આ બધી માથાકુટમાં પડવા કરતાં ભગવાનને પકડી લેજો. ભગવાનના મોહનો ક્ષય થઈ ગયો છે. એમનો આશ્રય લેનારના મોહનો પણ ક્ષય થાય જ. અક્ષય પદ દીયે પ્રેમ છે, પ્રભુનું તે અનુભવરૂપ રે; અક્ષર સ્વર ગોચર નહિ, એ તો અકલ અમાપ અરૂપ રે.. અક્ષર થોડા ગુણ ઘણા, સજ્જનના તે ન લખાય રે; વાચક “જસ” કહે પ્રેમથી, પણ મનમાંહે પરખાય રે... - પૂ. ઉપા. યશોવિજયજી કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૧૧૧
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy