SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ કરુણા કામ કરે છે એ સમજાય છે ? જ નગરમાં ધર્મી કેટલા ? અધર્મી કેટલા ? એ જાણવા શ્રેણિકે નગર બહાર બનાવેલા બે તંબુમાં બધા ધર્મના જ તંબુમાં ભરાયા. અધર્મના તંબુમાં માત્ર એક જ શ્રાવક હતો. જે કહેતો હતો : મેં ધર્મમાં અતિચાર લગાડ્યો છે. હું ધાર્મિક નથી. અભયે કહ્યું : આ જ સાચો ધર્મી છે. - જેવી કરુણા ભાવના તીર્થંકરો ભાવી શકે તેવી બીજા કોઈ ન ભાવી શકે. તીર્થકરમાં એ વિશેષતા છે : તેઓ સર્વ જીવોમાં આત્મભાવ જુએ. એવા કરુણાશીલ ભગવાનની કરુણા રહી કે ગઈ ? હેમચન્દ્રસૂરિજી કહે છે : ભગવાનમાં એટલી કરુણા છે કે સ્વયંભૂરમણ સમુદ્ર પણ નાનો પડે. એ કરુણાની વૃષ્ટિ આજે પણ થઈ રહી છે. - મારું યોગ-ક્ષેમ ભગવાન કરી રહ્યા છે. આવો વિચાર આપણને કેવો ગગદ્ બનાવે ? એક મોટા C.M. કે P.M. ની દોસ્તી પણ માણસને ખુમારીથી ભરી દે, તો ભગવાનનો સંપર્ક તમારામાં કેટલી મસ્તી ભરી દે ? ભગવાનની કરુણા તમને દુઃખમાં દિલાસો આપે. પ્રશ્ન થશે : કરુણાશીલ ભગવાને શ્રેણિક જેલમાં હતા ત્યારે કેમ કાંઈ ન કર્યું ? ભગવાને ત્યારે પણ શ્રેણિકની રક્ષા કરી જ છે; દુઃખમાં શ્રેણિકને ધીરજ અને આશ્વાસન આપનાર ભગવાન જ હતા. ભગવાન દુ:ખ દૂર નથી કરતા, દુઃખમાં સમાધિની શક્તિ આપે છે, રોગમાં યોગની શક્તિ આપે છે, વ્યાધિમાં સમાધિ આપે આ જ ભગવાનની કૃપા છે. બીજાધાનવાળા જીવોનું ભગવાન આ રીતે (સવિચારો આપીને) યોગક્ષેમ કરે જ છે. માત્ર એ જોવાની આંખ આપણી પાસે જોઈએ. મહાનિશીથમાં ખુલાસો કર્યો છે : ઉધઈથી ખવાઈ ગયેલી એક જ મહાનિશીથની પ્રત મળી છે તે પ્રમાણે અમે * * * * * * * * * * * * ૬૯
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy