SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સમલા ફા. વદ-૭ ૨૭-૩-૨૦૦૦, સોમવાર * બધા ગુણો બીજી તરફ ને વિનય એક તરફ રહે તો પણ વિનય ચડી જાય. વિનય એટલે ભક્તિ ! વિનય એટલે નમસ્કાર ! વિનય એટલે વેયાવચ્ચ ! વિનય એટલે ગુણાનુરાગ ! આજ સુધી આપણે વિષયોનો, સાંસારિક પદાર્થોનો વિનય કર્યો જ છે. વેપારીઓ કેટલાનો વિનય કરે છે? ગરજ પડ્યે ગધેડાને પણ બાપ બનાવે ! સેવકના ભવમાં રાજાનો, નોકરના ભાવમાં શેઠનો, સૈનિકના ભવમાં સેનાપતિનો ઘણો વિનય સાચવ્યો છે. પણ લોકોત્તર વિનય કદી મેળવ્યો નથી. અહીં કહે છે કે - લૌકિકમાં પણ વિનય વિના સફળતા ન મળે તો લોકોત્તર દુનિયામાં તો વિનય વિના સફળતા મળે જ ક્યાંથી ? વિનો મુદ્દાર' વિનય મોક્ષનું દ્વાર છે. વિનયમાં સર્વ ગુણોનો સંગ્રહ છે. દેવ-વંદન, ગુરુ-વંદન વગેરેમાં આવતો વંદન શબ્દ વિનયનો જ વાચક છે. “બાયાસ્ત મૂહું વિમો’ વિનય માત્ર આચારનું જ નહિ, મોક્ષનું દ્વાર છે. મોક્ષનું દ્વાર શા માટે ? વિનય સ્વયં મોક્ષરૂપ છે, એમ પણ કહી શકાય. “ઋવિMો મોવો’ એમ શાસ્ત્રમાં કહ્યું છે. ૦૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy