SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલી શકે નહિ. ગૃહસ્થોમાં પણ દયા-દાન આદિ ગુણો આટલા વિકસેલા હોય તો આપણામાં ગુણો કેવા હોવા જોઈએ ? * ૧૪ પૂર્વો મોઢે હોવા જરૂરી નથી, એક પદના આલંબને પણ અનંતા જીવો સમ્યકત્વ પામ્યા છે. ઉપશમ-વિવેક-સંવર આ ત્રણ શબ્દના શ્રવણથી પેલો ચિલાતીપુત્ર સગતિગામી બનેલો. * આજે ચેલા-ચેલી વધી રહ્યા છે તેનું કારણ તેની શરત તમે [ગુરુ] માન્ય રાખો છો તે છે. તમે જેટલી દીક્ષા માટે મહેનત કરો છો, એટલી તેને સમ્યક્ત્વ પમાડવા કરો છો ? સમ્યક્ત્વ જ સંસારમાં ખૂબ દુર્લભ છે. * મધ્યવન - ફર્મ - નિર્નાર્થ પરિવોઢવ્યા: પરિષદ: | માર્ગથી ભ્રષ્ટ ન થવાય તથા કર્મ નિર્જરા માટે પરિષદો સહન કરવાના છે – એમ તત્ત્વાર્થમાં કહ્યું છે. આજ સુધી દુઃખો ઘણા સહન કર્યા છે, પણ રડી-રડીને કર્યા છે. હસતા-હસતા કદી સહન નથી કર્યા. જો એમ કર્યું હોત તો કર્મ મૂળથી ઉખડી જાત. શિષ્ય બનવાની પ્રથમ શરત આ છે : સહનશીલતા. આના સ્થાને આપણે એને સુખશીલ બનાવીએ તો ? આવા સુખ-શીલોને વૃદ્ધો “ખસઠ” [ખ = ખાવું, સ = સૂવું, ઠ = ઠલ્લે જવું કહેતા. વેપાર વિના વેપારીને દિવસ નકામો લાગે, તેમ કર્મ-નિર્જરા વગરનો દિવસ સાધુને નકામો લાગે. ભગવાને બતાવેલા દરેક અનુષ્ઠાનમાં પુણ્ય, સંવર અને નિર્જરા રહેલા જ છે એમ નક્કી માનજો. * મોહ ભલે ગમે તેટલા ધમપછાડા કરે, પણ તોય ધર્મશાસન જયવંતું જ વર્તે છે, વર્તશે. આખરે ધર્મશાસન નફામાં જ છે. દર છ મહિને એક સિદ્ધ, દર મહિને એક સર્વવિરતિ, દર પંદર દિવસે એક દેશવિરતિ, દર સાત દિવસે એક જીવ સમ્યક્ત્વ પામે જ. આ ધર્મશાસનનો વિજય છે. પ૪ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy