SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા અષાઢ વદ-૨ ૧૮-૭-૨૦૦૦, મંગળવાર * જિનાગમ અમૃત છે. એનું પાન કરે તે અમર બની જાય. આ કાળમાં આત્મ-કલ્યાણ કરવું હોય તો આગમ અભ્યાસ કરવો જ રહ્યો. આગમના અભ્યાસથી વિષયનું વિષ નહિ ચડે. અમૃત પીનારને વિષનો ભય કેવો ? ચંડકોસિઆના વિષની ભગવાનને ક્યાં અસર થઈ હતી ? ભગવાન પ્રેમ-અમૃતના સાગર હતા. તમે જો પ્રેમ-અમૃતથી ભરેલા હો તો આ કાળમાં પણ ઝેરી પ્રાણીઓ તમને કાંઇ ન કરે, ન કરડે. તમારું મુખ જોઈને જ એના વેર-ઝેર શમી જાય. * પૂ. માનતુંગસૂરિજી મ. આગમપ્રેમી હતા. એમની પાસે ૨૦ વર્ષ પહેલા અહીં અમે પાઠ લીધેલો. મહારાષ્ટ્ર ભુવનથી રોજ સાંડેરાવ ભુવનમાં ભગવતી-પાઠ માટે જતા. આ વખતે તમને સારો યોગ મળ્યો છે. જ્યાં જાવ ત્યાં અમૃત જ અમૃત છે. ધરાઈ-ધરાઈને પીજો. આગમને તમે પીશો તો તે આગમ તમને એક દિવસે આત્માના અમૃતનો પ્યાલો પીવડાવશે. ચિદાનંદજી આદિની કૃતિઓ વાંચો તો આ વાત સમજાશે. સગરા હૈ સો ભર-ભર પીવે, નગરા જાવે પ્યાસા.” પર જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy