SearchBrowseAboutContactDonate
Page Preview
Page 551
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન વિના અનુભવ સુધી નહિ પહોંચાય. * કેટલીક વખત માણસ વિનય કરે ખરો, પણ પોતાનો મતલબ સિદ્ધ કરવા. દા.ત. વિનય રત્ન. એવો વિનય અહીં અભિપ્રેત નથી. વિનય માત્ર વાતોમાં ન રહેતા. એનો નિગ્રહ થવો જોઈએ. વિનય-નિગ્રહ એટલે વિનય પરનો કાબૂ, જે કદી જાય નહિ. અમારા સમુદાયમાં પૂ. પં. મુક્તિવિજયજી હતા. એમણે અભિધાન નામમાલા અને પ્રાકૃત વ્યાકરણ એ બંને પર જબરદસ્ત કાબુ મેળવ્યો હતો. ૮૦ વર્ષની ઉંમરે પણ રોજ રાત્રે ૩ વાગે ગોખે. લાકડીઆની ડોસીઓ પૂછે ઃ હવે આપને શું ગોખવાનું હોય ? તેઓ કહેતા : મારે આ પરભવમાં સાથે લઈ જવું છે. આને નિગ્રહ કહેવાય. વિનયનો પણ આ રીતે નિગ્રહ કરવાનો છે, વિનયને આત્મસાત્ કરવાનો છે. * ક્ષમા * શૂરવીરની ક્ષમા સાચી ક્ષમા છે. કાયરની ક્ષમા મજબૂરી છે. ક્ષમા શોભતી ઉસ ભુજંગ કો, જિસકે પાસ ગરલ હો, ઉસકો ક્યા ? જો દંતહીન, વિષરહિત વિનીત સરલ હો; જહાં નહિ સામર્થ્ય શોધકી, ક્ષમા વહાઁ નિષ્ફલ હૈ, ગરલ ઘૂંટ પી જાને કા, મિષ હૈ વાણીકા છલ હૈ. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ પ૩૧
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy