SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ વચન ધન : મન છે. વડીદીક્ષા વખતે પાંચ મહાવ્રતોનું આરોપણ કરવામાં આવે છે. પાંચ મહાવ્રતો તન,મન,ધન આદિનું સુખ આપે છે. ' તન, મન, ધન, વચન અને જીવન - આ પાંચેય વ્યવસ્થિત હોય તો માણસ સુખી કહેવાય. અહિંસાથી તન [શરીર] સત્યથી અચૌર્યથી બ્રહ્મચર્યથી અપરિગ્રહથી જીવન સુંદર મળે છે, બને છે. તન, મન, ધન આદિમાંથી કાંઈ પણ સારું મળ્યું હોય તે પૂર્વમાં અહિંસાદિની આરાધનાનો પ્રભાવ છે, એમ માનજો. [પૂજ્ય આચાર્યશ્રી આદિ પધાર્યા પછી]. પૂજ્યશ્રી : જેને ઇન્દ્રો પણ નમે એ ચારિત્રની પ્રાપ્તિ આ માનવભવનું ઉત્કૃષ્ટ સૌભાગ્ય છે. એ સૌભાગ્ય મળ્યા પછી તેનું સમ્યફ પાલન ન થયું તો એ સૌભાગ્ય દુર્ભાગ્યમાં પલટાઈ જશે. જ્ઞાતાધર્મકથામાં એક દષ્ટાંત આવે છે : એક શેઠે મોટો સમારંભ યોજી ચારેય પુત્રવધૂઓને ડાંગરના પાંચ દાણા સાચવવા આપ્યા. પાંચ વર્ષ પછી પાછા માંગ્યા ત્યારે મોટી પુત્રવધૂ ઉક્ઝિકાએ કહ્યું : “એ તો મેં ફેંકી દીધા.” બીજી ભક્ષિકાએ કહ્યું : “હું તો એ ખાઈ ગઈ.' ત્રીજી રક્ષિકાએ સાચવીને રાખેલા દાણા કાઢીને કહ્યું : આ રહ્યા પાંચ દાણા. ચોથી રોહિણીએ કહ્યું ઃ મારા પાંચ દાણા મંગાવવા ગાડાઓ લાવવા પડશે. કારણ કે વાવણી કરતાં-કરતાં એ અનેકગણા થઈ ગયા છે. પ૨૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy