SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ માતા-પિતા, ભાઈ, મિત્ર અને શોક્ય જેવા. [શોક્ય જેવા શ્રાવકો સાધુઓના માત્ર દૂષણો જ જોતા રહે છે.] આજે પણ શ્રી સંઘમાં શ્રમણ સંઘ તરફ એટલો આદર-બહુમાન ટકી રહ્યો છે કે આવા ભયંકર કાળમાં પણ જૈન સાધુઓને ખાવાપીવા રહેવા કે પહેરવાની ચિંતા કરવી પડતી નથી. આ તીર્થંકરનો પ્રભાવ છે, એમની આજ્ઞા કંઇક અંશે પણ પાળીએ છીએ એનો પ્રભાવ છે, એમ સતત લાગવું જોઈએ. એવું પણ બને : વહોરાવનારા પહેલા તરી જાય ને લેનારા રહી જાય. કુમારપાળનો મોક્ષ નિશ્ચિત છે. હેમચન્દ્રસૂરિજીનો અનિશ્ચિત છે. કોણ પહેલો ? કોણ છેલ્લો ? એ તો આખરે આંતર પરિણામ પર આધારિત છે. * આંખ જુએ છે પણ જોનાર કોણ છે ? કાન સાંભળે છે પણ સાંભળનાર કોણ છે ? પગ ચાલે છે પણ ચાલનાર કોણ છે ? જેનાર, સાંભળનાર, ચાલનાર એ આત્માને જ આપણે ભૂલી ગયા છીએ. શરીરના જ પોષણમાં આત્માનું શોષણ થઈ રહ્યું છે, એ સમજાય છે ? આત્માના ભોજન માટે કદી વિચાર્યું ? આત્માના ભોજન માટે તૃપ્તિ અષ્ટક વાંચજો... પહેલો જ શ્લોક જુઓ : पीत्वा ज्ञानाऽमृतं भुक्त्वा क्रिया सुरलताफलम् । साम्यताम्बूलमास्वाद्य, तृप्तिं याति परां मुनिः ॥ - જ્ઞાનસાર, ૧૦-૧. પીસ્તાલીશ આગમ ભણવાથી પણ આપણને જે ન મળે [કારણ કે આપણી પાસે તેવી દ્રષ્ટિ નથી.] તે આ એક શ્લોકમાં મળી જાય છે. ભોજનમાં મીઠાઈ ન મળે તો ન ચાલે તો અહીં જ્ઞાન અને કહ્યું, કલાપૂર્ણસૂરિએ છે પ૧૧
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy