SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ જરૂર જ નહિ પડે.” નહિ, ખાજ મટી જાય તો ખરજવાનો આનંદ શી રીતે મેળવી શકીશ? માટે પડીકી નહિ, સળી જોઈએ...' - આવી જ હાલત આપણી છે.... ભગવાને બતાવેલી ભાવ-ઔષધિ સ્વીકારવા આપણે તૈયાર નથી, પણ વિષય-તૃષ્ણા વધે તેવા પદાર્થો આપણને જોઈએ છે. આનું જ નામ મિથ્યાત્વ છે. * ગઈકાલે મેં જે યોગીની વાત કરી. માયાના કારણે તેમને આગામી જન્મમાં સ્ત્રી [રાજકુમારી] બનવું પડ્યું ને પેલો શિષ્ય હરિવિક્રમ રાજા થયો. આ દાંત એમ જણાવે છે : જેમ જેમ તમે સાધનાની ઊંચાઈ પર ચડતા રહો છો, તેમ તેમ ખતરો પણ વધતો જાય છે. લક્ષ પૂરું ન થાય ત્યાં સુધી ક્યારેય પલાંઠી વાળીને બેસી જવા જેવું નથી. કેવળજ્ઞાન-મોક્ષ ન મળે ત્યાં સુધી લક્ષ પૂરું થવાનું નથી. સાધુ-જીવનમાં કંચન-કામિનીનો ત્યાગ થઇ ગયો છે, પણ કીર્તિ.? બઘી લાલસા ક્યારેક કીર્તિમાં એકઠી થઈ જતી હોય છે. કંચન-કામિનીનો ત્યાગ કરનારા પણ કીર્તિની લાલસાનો ત્યાગ કરી શકતા નથી. પ્રસિદ્ધિની બહુ ઝંખના જાગે તો આત્માને પૂછવું : આત્મન્...! તું ગુણોથી પૂર્ણ છે ? બધા જ ગુણો તારામાં આવી ગયા ? જો ગુણો ન આવ્યા હોય તો પ્રસિદ્ધિનો મોહ શાનો ? આત્મપ્રશંસા શાની ? જો તું પૂરેપૂરા ગુણોથી ભરેલો હોય તો પ્રસિદ્ધિનો મોહ શાનો ? કારણ કે ગુણ-પૂર્ણને પ્રસિદ્ધિનો મોહ થતો જ નથી. પ્રસિદ્ધિની લાલસા જ સ્વયં દોષ છે. જે તે ગુણ-રહિત હોય તો આત્મ-પ્રશંસાની ઇચ્છા રાખવાનો અધિકાર જ નથી. “गुणै यदि न पूर्णोऽसि, कृतमात्मप्रशंसया । गुणैरेवासि पूर्णश्चेत्, कृतमात्म प्रशंसया ॥" - જ્ઞાનસાર, ૧૮-૧. ૪૯૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy