SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા અષાઢ સુદ-૭ ૮-૭-૨૦૦૦, શનિવાર * મોક્ષ ભલે અત્યારે ન મળે, પણ મોક્ષનો આનંદ અત્યારે પણ મળી શકે છે, જે સાધનાજન્ય સમતા દ્વારા મળે છે. જીવને દુઃખ ગમતું નથી છતાં ડગલે ને પગલે દુઃખ સહન કરવું પડે છે. કારણકે આ સંસારનું સ્થાન જ એવું છે, જ્યાં દુઃખ મળે જ મળે. કાજળની કોટડીમાં રહેવું ને કાળા ન થવું એ કેમ બને? સંસારમાં રહેવું ને દુઃખ ન પામવું એ કેમ બને ? દુઃખમયતા સંસારનો સ્વભાવ છે તેમ સુખમયતા મુક્તિનો સ્વભાવ છે. મુક્તિ મેળવવા હું સાધના કરું છું, એવી પ્રતીતિ પ્રતિપળે થવી જોઈએ. આવી પ્રતીતિ થતી રહે તો મુક્તિ નજીક આવ્યા વિના ન રહે. બાહ્ય દુ:ખ એટલું પડતું નથી, જેટલું અંદરનું દુઃખ પીડે છે, જે કર્મ અને કષાયના કારણે પેદા થાય છે. આ સાધુ-જીવન દુઃખકારી કષાયોનો સામનો કરવા માટે જ છે. દસ પ્રકારના યતિધર્મમાં પ્રારંભના ચાર, ચાર કષાયને જીતવા માટે જ છે. ૪૮૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy