________________
થતો દેખાય.
પ્રભુ-પ્રેમનું આ બીજ જ આગળ વધતાં પાંચમી દૃષ્ટિમાં સમ્યકત્વ રૂપી વૃક્ષ બને છે.
ઉવસગ્ગહર” ભલે નાનકડું સ્તોત્ર છે, પણ મોટા સ્તોત્રોનો પૂરો ભાવ એમાં છૂપાયેલો છે. તેમાં સમકિતને ચિન્તામણિ, કલ્પવૃક્ષથી પણ અધિક કિંમતી ગણાવ્યું છે.
* ભોજનમાં ભૂખ મટાડવાની તાકાત છે.
પાણીમાં તરસ મટાડવાની તાકાત છે. પણ આપણે તે ખાવા-પીવા જોઇએ. ભગવાને કહેલું કાંઈ કરવું નહિ ને માત્ર ભગવાન બધું કરી દેશે, એવા ભરોસામાં રહેવું તે નરી આત્મવંચના હશે.
બધું ભગવાન પર છોડી દેવાનું નથી. આપણે સાધના કરવાની છે.
સૂર્યનું કામ પ્રકાશ આપવાનું છે. આંખ તો આપણે જ ખોલવી પડે ને ? માનું કામ શિરો બનાવી આપવાનું છે. ખાવું તો આપણે જ પડે ને ? ભગવાને માર્ગ બતાવ્યો, પણ ચાલવું તો આપણે જ પડે ને ? - ભક્તિનો અર્થ નિષ્ક્રિય થઈને બેસી રહેવું તે નથી. ભક્તિ એટલે પ્રેમપૂર્ણ સમર્પણ. સમર્પણ હોય ત્યાં સક્રિયતા પોતાની મેળે આવી જાય. પ્રેમ કદી નિષ્ક્રિય બેસી ન રહે.
* ભદ્રબાહુ સ્વામી જેવા ૧૪ પૂર્વી બાળક બનીને પ્રભુને પ્રાર્થે છે : ચિન્તામણિ - કલ્પવૃક્ષ આદિ બાહ્ય પદાર્થો આપે, એ પણ ચિંતન કર્યા પછી આપે, પણ હે પ્રભુ ! તારું આ સમક્તિ તો અચિંત્ય ચિંતામણિ છે. વિના વિચાર્યું એના દ્વારા પાર્થિવ નહિ, અપાર્થિવ ગુણો મળે છે. ભૌતિક નહિ, આધ્યાત્મિક સંપત્તિ મળે છે.
હે પ્રભુ ! પૂર્ણ ભક્તિથી ભરેલા હૃદયે હું તારી પાસે પ્રાર્થના કરું છું. દેવ ! મને ભવોભવ બોધિ આપજે.
ભવોભવ સાથે ચાલે તેવું આ બોધિ છે, સમ્યગ્રદર્શન છે.
૪૦૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ