SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ આમાં મુખ્યતયા વિનયનું વર્ણન છે. * ત્રિપદીના શ્રવણ માત્રથી દ્વાદશાંગીની રચનાની શક્તિ ગણધરોમાં ક્યાંથી પ્રગટી ? ભગવાનના પરમ વિનયથી. ભગવાનને તેમણે મનુષ્યરૂપે નહિ, ભગવાનરૂપે જોયા. * ભદ્રબાહુ સ્વામી જેવા કહે છે ઃ ક્યાં તીર્થંકર અને ગણધરોનું વિશાળ જ્ઞાન ? ક્યાં હું ? એમના સૂત્રો પર છણાવટ કરવાની ઇચ્છા ધરાવનાર હું કોણ ? ભદ્રબાહુ સ્વામીને આમ લાગે છે. જ્યારે આપણને એમ લાગે છે : હું ગુરુથી પણ વધુ જ્ઞાની છું. * કંઠસ્થ કરવા લાયક આ ગ્રંથ છે. શરૂ કરતાં પહેલાં ત્રણ આયંબિલ કરવા પડે. આના પણ જોગ હોય છે. * આ ગ્રંથ એમ સમજાવે છે : જ્ઞાન શીખવાનું નથી, વિનય શીખવાનો છે. આપણે વિનય દ્વારા જ્ઞાન શીખવા માંગીએ છીએ, પણ આ ગ્રંથકાર કહે છે : વિનય માત્ર સાધન નથી, સ્વયં સાધ્ય પણ છે. ભગવાનનો વિનય, ભગવાનની ભક્તિ વગેરે આવી જશે તો ધ્યાન વગેરે પોતાની મેળે આવી જશે. ધ્યાન માટે અલગ પુરુષાર્થ કરવાની જરૂર નહિ પડે. * આ ગ્રંથ મોક્ષમાર્ગનું સૂત્ર છે, મહાર્થ છે, મહાન અર્થવાળું છે. માટે ધ્યાનપૂર્વક સાંભળજો. ૧૦ કિલો દૂધમાંથી ૧ કિલો ઘી મળે. ઘી દૂધનો સાર છે. તેમ આ ગ્રંથ સારભૂત છે. * ગઈકાલે ભગવતીમાં આવ્યું : મોક્ષમાર્ગના મુસાફરની ગતિ રોકનાર ૧૮ પાપસ્થાનકો છે. માટે જ સંથારા પોરસીમાં “મુરવમા-સંસવિઘમૂાડું' વિશેષણ લગાડવામાં આવ્યું છે. એક શબ્દમાં કહેવું હોય તો “પ્રમાદ.” એક “પ્રમાદમાં અઢારેય પાપસ્થાનકો આવી ગયા. કહ્યું કલાપૂર્ણસૂરિએ ક ૨૯
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy