SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ક્રોડપતિ પછી બનાવશે. તે પહેલા ૯૯ લાખ રૂપિયા તો મેળવવા પડશે ને ? * કાનજીભાઈના મતવાળા ભલે, “હું સચ્ચિદાનંદી છું,” એવી વાતો કર્યા કરે, પણ એમ ઠેકાણું નહિ પડે. આ વ્યવહારમાર્ગ નથી. પહેલા દાસોડહં, પછી “સોડહં” ની સાધના આવે. મહો. યશોવિજયજી મ. લખે છે : ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે; ભાવીએ શુદ્ધ નયભાવના, પાવ નાસયતણું ઠામ રે...' એટલે કે વ્યવહારમાં નિષ્ણાત બન્યા પછી જ નિશ્ચયમાં આગળ વધવાનું છે. * વાંકીમાં ભુજનો ન્યાયાધીશ આવેલો. સાધનામાં ક્યારેક આગળ વધેલો. આનંદની ઝલક પણ મેળવેલી. પણ પછી એ સાધના ચૂકી ગયો. પણ મળેલી આનંદની એ ઝલક કેમ ભૂલે ? ખાધેલા રસગુલ્લાનો સ્વાદ તમે ભૂલી જાવ ? આત્માની ઝલક એકવાર મળી જાય પછી વારંવાર તે ઝલક મેળવવા મન લલચાવાનું જ. એ મેળવવા એની પાછળ પાગલ બની જાય - વારંવાર ભગવાનને પોકારે. દુનિયા કહે : આ પાગલ છે, અંધ છે. પણ ભક્ત કહે છે : ભલે દુનિયા પાગલ કહે, મને કોઈ વાંધો નથી. પેલા ન્યાયાધીશે મને પોતાના ગુરુની કૃપા દ્વારા મળેલી સાધનાની વાત કરી. કોઇપણ ધર્મવાળાની વાત તરત જ કાપી નહિ નાખવી. એને ધીરજથી સાંભળવી. એમનામાં રહેલા સત્યાંશને પ્રોત્સાહિત કરવું. પછી યોગ્ય માર્ગ તેને બતાવવો. સીધું જ આક્રમણ નહિ કરવું. “તમે માનો છો તે કુદેવ છે, કુગુરુ છે.” વગેરે વાતો ન કરાય. એ ભાઈને મેં પછી પ્રેમથી સમજાવ્યું. એમણે મારી વાત સ્વીકારી. મૂર્તિમાં નહિ માનનાર ધર્મ હોવા છતાં તેણે શંખેશ્વર કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૪૦૦
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy