SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ સામેવાળાની વાત જો સાચી હોય તો સ્વીકારી લો. ખોટી હોય તો ઉપેક્ષા કરો. ગુસ્સે થવાની શી જરૂર ? ગાળાગાળી કે ઝગડા કરવાની શી જરૂર ? ગાળાગાળી કે ઝગડા કરીને હું મારા આત્માને દુર્ગતિમાં શા માટે નાખું ? માંસાહાર, પંચેન્દ્રિય હત્યા, મહા-આરંભ, મહા-પરિગ્રહ, ગાળાગાળી-ઝગડા, ઉત્કટ કષાયો - આ નરકગતિના કારણો છે. બોલો, નરકમાં જવું છે ? માયા, ખાવાની વૃત્તિ, શલ્ય સહિતનું જીવન – તિર્યંચ ગતિના કારણો છે. મધ્યમ ગુણો,અલ્પ કષાય, દાન-રુચિ, પરોપકાર મનુષ્યગતિના કારણો છે. બાલ તપ, સરાગ સંયમ, અજ્ઞાનકષ્ટ આ બધા દેવગતિના કારણો છે. આપણે ક્યાં જવું છે ? ઈના કારણે આપણે આપણા આત્માની હાલત શા માટે બગાડવી ? આ સંયમ જીવન એટલા માટે નથી લીધું. * પહેલા શરીરને કુશ કરવાનું છે. પછી કર્મોને, કષાયોને કુશ કરવાના છે. ઘણીવાર આપણે ભૂલ કરીએ છીએ : કાયાને કુશ કરવા પ્રયત્ન કરીએ છીએ, પણ કષાયોને કૂશ કરવાની વાત ભૂલી જઈએ છીએ. અત્યંતર તપનું લક્ષ છોડી માત્ર બાહ્ય તપમાં પડેલા માટેની આ વાત છે. બાકી જેમની શક્તિ છે, જેમનું લક્ષ શુદ્ધ છે, એમની આ વાત નથી. કોઈ પણ વાત એકાંગી ન બની જવી જોઈએ, ધ્યેય ભૂલાવું ન જોઈએ, માટે આ બધું હું કહું છું. * ભગવાનની ભક્તિ વિના, ગુરુની સેવા વિના સમક્તિ નથી જ મળતું. મળેલું હોય તો એ વિના નથી જ ટકતું - એટલું તમે વજના અક્ષરે લખી રાખો. આથી જ અતિચારમાં દેવ અને ગુરુની આશાતના થઈ હોય તે બદલ મિચ્છામિ દુક્કડે માંગવામાં આવે છે. ૩૯૪ માં કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy