SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ પાસે આવનારો જીવ ઉપશાંત ન બને ? ન બને તો સમજવું : મારી અહિંસામાં ખામી છે. બીજાની ખામી શા માટે જોવી ? મારી જ ખામી જોઈને સમાધિ શા માટે ન રાખવી ? આ મારો દષ્ટિકોણ છે. એવો દ્રષ્ટિકોણ પકડવો જેથી આપણી શાંતિ ખોરવાઈ ન જાય. * પોતાના માટે ક્ષાન્તિ, મૃદુતા, ઋજુતા અને મુક્તિ આ ચારનું આ સેવન કરવું. બીજા જીવો સાથે મૈત્રી આદિ ચાર ભાવનાઓનું આસેવન કરવું. ક્ષાન્તિ આદિ સ્વસંબંધી છે. મૈત્રી આદિ પર-સંબંધી છે. * પૂ.પં.ભદ્રંકરવિજયજી મ. ઘણીવાર કહેતા : લો, આ સુવાક્ય ડાયરીમાં લખી લો. તે વખતે સામાન્ય લાગતા ઘણા સુવાક્યો / શ્લોકો આજે અણમોલ ખજાનો લાગે છે. એમણે એક શ્લોક આપેલો : ‘‘શોમા નરાળાં, પ્રિય સત્યવાળી...’ આ શ્લોક પર વાંકીમાં નવ દિવસ વ્યાખ્યાન ચાલેલા. ચાર માતાઓ, નવપદો વગેરે ઘણા-ઘણા પદાર્થો તેમાંથી નીકળેલા. * નાનપણમાં આપણે જે નવકાર, પંચિંદિય, ઈચ્છકાર, લોગસ્સ વગેરે શીખ્યા તે વ્યર્થ નહિ સમજતા. ઘણા ઘણા રહસ્યપૂર્ણ છે આ સૂત્રો. નવકારમાં આવેલા પંચ પરમેષ્ઠીઓનો જ આ સૂત્રમાં વિસ્તાર છે. લોગસ્સ ‘નમો અરિહંતાણં’ અને ‘નમો સિદ્ધાણં’નો જ વિસ્તાર છે. ‘પંચિંદિય’‘‘નમો આયરિયાણં''નો વિસ્તાર છે. ‘ઈચ્છકાર સુહરાઈ' ‘નમો ઉવજ્ઝાયાણં' અને ‘નમો લોએ સવ્વસાહૂણં’નો વિસ્તાર છે. * મોહનું કામ છે ઃ જગતના જીવોને અપવિત્ર બનાવવાનું ! ભગવાનનું કામ છે : જગતના જીવોને પવિત્ર બનાવવાનું ! નામાદિ ચારેયથી સર્વ જગતને ભગવાન સતત પવિત્ર બનાવી કહ્યું, કલાપૂર્ણસૂરિએ * ૩૮૫
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy