SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિબિંબિત ખરા કે નહિ ? ચૈત્યવંદન કરતી વખતે આ ભાવ આવે તો ઉલ્લાસ કેટલો વધી જાય ? ભગવાનમાં તો આપણે પ્રતિષ્ઠિત છીએ જ. પણ ભગવાન આપણામાં કેટલા અંશે પ્રતિષ્ઠિત છે ? આપણું ચિત્ત જેટલું નિર્મળ તેટલા અંશે ભગવાન આપણા ચિત્તમાં પ્રતિબિંબિત બનશે. ભગવાનને લાવવા હોય તો ચિત્તને નિર્મળ કરતા રહો. આ વાત મેં તમારી પાસે મૂકી છે. ખોટી હોય તો બતાવજો. તમે ગીતાર્થ છો. મેં આ વાત [વિ.સં. ૨૦૨૮] પૂ. પં.ભદ્રકરવિજયજી પાસે મોકલેલી. પં. ભદ્રંકર વિ. મહારાજે ચન્દ્રશેખરવિજયજી પર મોકલી. તેમણે પં. ભદ્રંકર વિ.મ.ના નામ સાથે પુસ્તકમાં મૂકી. * “પંચસૂત્ર એટલે સાધનાનો સાર ! ૧૪૪૪ ગ્રંથો એક પંચસૂત્રને સામે રાખીને લખ્યા હોય એમ લાગે છે.” આવું પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. ઘણીવાર કહેતા. પંચસૂત્રના ત્રણ પદાર્થો [શરણાગતિ, દુષ્કતગ, સુકૃતઅનુમોદના ભાવિત કર્યા વિના કોઈ પણ સાધના સફળ ન જ થાય; ભલે કોઈ નવ પૂર્વનો અભ્યાસ કરી લે. આ ત્રણ પદાર્થો જ જેિ ભક્તિ વિના ન મળી શકે] દુર્લભ છે. બીજું બધું સુલભ છે. મળે સોહિલા રાજ્ય દેવાદિ ભોગો, પર દોહિલો એક તુજ ભક્તિયોગો.' ભક્તિ ભૂલાઈ ગઈ તો બેય ભૂલાઈ ગયો સમજજો. ધ્યેય ભૂલાઈ જતાં આપણે કોઈ આડા-અવળા માર્ગે ચડી જઈશું. કોઈ પણ શાસ્ત્ર વાંચતાં કે ક્રિયા કરતાં આ ધ્યેયને કદી નહિ ચૂકતા. * પંચસૂત્રમાં શું લખ્યું છે ? होउ मे एएहिं संजोगो, होउ मे एसा सुपत्थणा ભગવાન અને ગુરુ સાથે મારો સંયોગ હો ! ૩૮૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy