SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ S| | પાલીતાણા જેઠ વદ-૨ ૧૯-૬-૨૦૦૦, સોમવાર * ભગવાનની કૃપાથી જ મુક્તિનો માર્ગ મળી શકે અને ફળી શકે. સતત બોલાતો “દેવ-ગુરુ-પસાય” આ જ તત્ત્વને ઉજ્જાગર કરે છે. સારું કાર્ય કર્યું ભલે આપણે, પણ કરાવ્યું ભગવાને. સારા કાર્યનું કર્તૃત્વ સ્વ પર ન નાખતાં ભગવાન પર રાખવાથી કર્તુત્વનું અભિમાન નથી આવતું. કોઈ પણ ગુણ કે કળાની પ્રાપ્તિમાં પણ એમ જ માનવું. સર્વ ગુણોના માલિક ભગવાન છે. એમની જાયેઅજાણ્ય થયેલી ભક્તિથી જ કંઈક અંશે આપણામાં ગુણ આવ્યા છે. એ ગુણ મળી ગયા પછી ભગવાનને કઈ રીતે ભૂલી શકાય ? ગુણો પછી આવે છે, તે પહેલા ગુણાનુરાગ આવે છે, જે ભગવાનની કૃપાથી જ આવી શકે છે. ગુણોનું બહુમાન અંતતોગત્વા સર્વાધિક ગુણી ભગવાનનું જ બહુમાન છે. બધા જ અનુષ્ઠાનો/ક્રિયાકાંડો તીર્થંકર પ્રત્યે બહુમાન પેદા કરાવવા માટે જ છે. જો એ પેદા ન થતું હોય તો સમજી લો : અનુષ્ઠાનો સફળ નહિ બને. ગુરુનું આ જ કામ છે : તમને પ્રભુના રાગી બનાવવા. ગુરુ જ ભગવાન સાથે જોડે છે માટે જ “જુ-વહુમા મોવરવો ' એમ કહ્યું. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૩૦૩
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy