________________
હોવાથી કૂતરો અંદર આવ્યો. આંગણે મૂકેલી ગોળની ભિલી ખાવા લાગ્યો. માજીની નજર ગઈ. ન રહેવાયું. પણ સામાયિકમાં બોલાય શી રીતે ? છતાં બોલી ઊઠ્યાં :
“સામાયિકમાં સમતાભાવ, ગુડ કી ભેલી કુત્તા ખાય;
જો બોલું તો સામાયિક જાય, નહિ બોલું તો કુત્તા ખાય...' આવી રીતે ઘણા સામાયિક આદિ ક્રિયાકાંડની ઠેકડી ઊડાડતા હોય છે, પણ તેઓ જાણતા નથી કે આવા સામાયિકો પણ ધીરેધીરે આગળ વધારનારા બની શકે છે.
શરૂમાં સ્કૂલે જનારો બાળક માત્ર એકડાની જગ્યાએ આડાઅવળા લીટા જ કરે છે. પણ એમ કરતાં-કરતાં જ સાચો એકડો ઘુંટતા શીખે છે, એ ભૂલવું ન જોઈએ. તો મારી ખાસ ભલામણ છે : કદી ક્રિયાકાંડની નિંદા નહિ કરતા.
સાથે-સાથે એ પણ કહી દઉં કે માત્ર દ્રવ્ય ક્રિયાકાંડથી સંતોષી પણ નહિ બની જતા.
યોગ કરી લીધા. અધિકાર મળી ગયા. સૂત્ર વાંચ્યા વિના જ અધિકાર મળી ગયા, એમ નહિ માની લેતા. અંદરથી યોગ્યતા પેદા કરવા પ્રયત્ન કરજો.
* હમણાં જ આપણને કોઈ કહે : “આ ધર્મશાળા ખાલી કરો.'' તો આપણે ક્યાં જઈશું ? ચિંતા થાય ને ? તેમ કર્મસત્તા આજે જ કહે : આ હમણાં જ ખાલી કરો. તો આપણે ક્યાં ગમે ત્યારે કર્મસત્તાનો હુકમ આવી જાય તો પણ આપણને સદ્ગતિનો વિશ્વાસ હોવો
:
હું સદ્ગતિમાં જ જઈશ, ચાહે ગમે ત્યારે મરું-એવી પ્રતીતિ કરાવે તેવું આપણું જીવન હોવું જોઈએ.
ભાડાનું ઘર- આ શરીર જઈશું ? કદી વિચાર્યું ? ‘આ શરીર ખાલી કરો, જોઈએ. અહીંથી મરીને
* ભગવાન અને ગુરુનું જેમ જેમ બહુમાન વધતું જાય, તેમ તેમ આત્મ-ગુણો વધતા જાય, આત્મશક્તિ ખીલતી જાય. આટલો વિશ્વાસ રાખીને સાધનામાં આગળ વધશો.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક 369