SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ “gોડ ગુમાવ: મવઝાવાવ ]:” એમ ઉપમિતિકાર કહે છે. મનમાં ધસી આવતી શુભ વિચારધારા પ્રભુની સતત કૃપાનું ચિહન છે. | * રસોઈઓ ભલે જમાડે - પીરસે, પણ ભોજનશાળાનો માલિક એ નથી. અમે પણ રસોઇઆના સ્થાને છીએ. આ બધું પ્રભુનું છે. અમે તો પીરસણીયા છીએ. પીરસવાનું પણ સારી રીતે આવડે તોય ઘણું ! * આધોઈ, કટારીયા, ભદ્રેશ્વર નહિ, પણ અહીં વાંકીમાં જ આ પ્રસંગ ગોઠવાયો તે પણ શુભ ઘટના જ છે. આસો વદ-૮ના એક કલાક પહેલા પૂછ્યું હોત તો નિર્ણય બીજે જ આવત, પણ યોગ્ય નિર્ણય કરાવનાર ભગવાન છે ને ? તમે પ્રકૃતિ કહો છો, હું તો પ્રભુ જ કહું છું. મદ્રાસ આદિમાં આવો ભાવોલ્લાસ ક્યાંથી આવત ? કચ્છની ધરતી અમારા પૂર્વજ આચાર્યોની છે. આ ભાવ બીજે ક્યાં જોવા મળત ? ચડાવા બધા જ મોટા ભાગના કચ્છના છે. એક મદ્રાસનો હતો. મહેન્દ્રભાઈ પણ હવે જાપનું અનુષ્ઠાન કરાવ્યું એટલે અમારા આત્મીય થઈ ગયા છે. ક પદવીધરોને મારી ખાસ ભલામણ છે કે કોઇપણ પ્રસંગે નિઃસ્પૃહ બનજો. જો ભગવાનનો સંદેશ લોકોને આપવો હોય તો માંગતા નહિ. પૂ. પં.ભદ્રંકર વિજયજી મ. કહેતા : સામેથી આવે તે વધાવો. ઊભું ન કરો. કોઇપણ ગામમાં ભારરૂપ ન બનો. વાંકીના લોકોને પૂછો : લોકોના ધસારાથી ભાર આવતો હશે, પણ અમારા તરફથી કોઇ ભાર આવ્યો ? પૂ. કનકસૂરિજી મ. અહીંના ગામડામાં રહેતા, પણ કોઈના પર જરાય ભાર નહિ. . * આજનો દિવસ પવિત્ર છે. ભારતના જુદા જુદા ગામો - કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૯
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy