SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ * સં. ૨૦૧૫માં મુનિ પદ્મવિજયજીને કેન્સરની ભયંકર બિમારી. તે વખતે પણ તેમની ફરીયાદ : મારાથી કોઈ આરાધના થઈ શકતી નથી. પૂ. પં. ભદ્રંકરવિજયજી મહારાજે આઉર પચ્ચક્ખાણમાંથી એક ગાથા કાઢીને બતાવી : “૩ાયા મેં હંસા માયા ના?’ મારો આત્મા જ દર્શન-જ્ઞાન-ચારિત્ર આદિ છે. હવે આત્મા પર ધ્યાન કેન્દ્રિત કરો. શરીર સંબંધી વિચાર છોડી આત્માને લક્ષ બનાવો. ““હું કાંઈ આરાધના કરી શકતો નથી.” એ નિરાશાજનક વાત ભૂલી ઉત્સાહ પ્રગટાવો...” આપણને ૨૪ કલાકમાંથી આત્મા કેટલીવાર યાદ આવે ? પાંચ મિનિટ પણ આત્મા યાદ આવે ? “હું કર્તા પર ભાવનો એમ જિમ જિમ જાણે; તિમ તિમ અજ્ઞાની પડે, નિજ કર્મને ઘાણે.” પરભાવનું કર્તુત્વ દૂર કરવાનું છે. શુદ્ધ આત્મ દ્રવ્યનું ચિંતન કરી તેમાં પ્રતિષ્ઠિત થવાનું છે. “शुद्धात्मद्रव्यमेवाहं शुद्ध ज्ञानं गुणो मम ।' જો કે આ નિશ્ચયનયની વાતો છે. વ્યવહારનો ક્રિયાકાંડ એ નિશ્ચયનયને જ પોષનારો છે. પણ મુશ્કેલી એ છે કે આપણે નિશ્ચયને સાવ જ ભૂલી ગયા છીએ. એટલે જ સંથારા પોરસીમાં રોજ શુદ્ધ આત્મદ્રવ્યને યાદ કરવાનું જ્ઞાનીઓનું ફરમાન છે : “gો ને સાસરે ગપ્પા, નાગવંસ સંકુશો ?' શરીર ક્યારે ઢળી પડે ? ક્યારે જમરાજ ત્રાટકી પડે ? શો ભરોસો છે ? હમણાં જ (જે. સુદ-૧૩) એક ભાઈ [ભારમલભાઈ] અમને મળીને માંગલિક સાંભળીને ઉપર યાત્રા કરવા ગયા. ૧00-200 પગથીએ ચડ્યા હશે ને ઢળી પડ્યા. પ્રાણપંખેરું ઊડી ગયું. કોઈ જ તૈયારી નહિ હોય તો આવા સમયે સમાધિ શી રીતે મળશે ? ૩૬૮ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy