SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ચીજ નથી, પુદ્ગલથી જ શરીર, વચન, મન, મકાન, ઘન વગેરે બનેલા છે. એ વાપરી રહ્યા છીએ એનો ભાર કેટલો વધે છે તે વિચાર્યું? | નાના પણ ઘાની ઉપેક્ષા ન કરાય. સંભવ છે : નાની ફોડકી પણ કેન્સરની ગાંઠ હોઈ શકે. નાનકડો કાંટો પણ જીવલેણ હોઈ શકે. નાનો ઘા પણ ધનુર્ધામાં બદલી શકે. નાના પણ અગ્નિના કણિયાનો વિશ્વાસ ન કરાય. સંભવ છે : એ આખા મકાનને...અરે, આખા ગામને પણ સળગાવી નાખે. તેમ નાના પણ કષાયનો ભરોસો ન કરી શકાય. નાનો પણ કષાય અનંત સંસાર ઊભો કરી દે. * આ કષાયોને જીતવા હોય તો સ્વબળે નહિ જીતી શકાય, ભગવાનનો સહારો લેવો પડશે. ભગવાન હૃદયમાં આવતાં જ ચિત્તમાં સ્વસ્થતા આવે છે. ચિત્ત અભય બને છે, સ્થિર બને છે. અભયની પ્રાપ્તિ માત્ર ભગવાનથી જ થાય છે, એમ હરિભદ્રસૂરિજીએ લલિત વિસ્તરામાં સ્પષ્ટ લખ્યું છે. ચિત્ત સ્થિર કરવાની તમે લાખો પ્રક્રિયા કરો, પણ ભગવાનને પાસે નહિ રાખો તો એ કદી સ્થિર થવાનું નથી, ભગવાન મળતાં જ ચિત્ત સ્થિર થઈ જાય છે. પુંડરીક કમળ મળતાં જ ભમરો સ્થિર થઈ જાય તેમ પ્રભુ – ચરણકમળ મળતાં જ મન સ્થિર થઈ જાય * વિનયથી વિદ્યા વિદ્યાથી વિવેક વિવેકથી વૈરાગ્ય વૈરાગ્યથી વિરતિ વિરતિથી વીતરાગતા વીતરાગતાથી વિમુક્તિ. આ ક્રમ છે. પણ શરૂઆત તો વિનયથી જ થશે. આ વાત ૩૬૪ છેકહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy