SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા વૈશાખ વદ-૧ર ૩૦-૫-૨૦00, મંગળવાર * ધર્મ ન આવે ત્યાં સુધી અનાદિ કાળથી વળગેલા કર્મનો અંત ન આવે. કર્મ અશુભ મન-વચન-કાયાથી બંધાયા છે, તેને તોડવા શુભ મન-વચન-કાયા જોઈશે. યોગ શુભ બને એટલે ધ્યાન શુભ બને. ધ્યાનનો મૂળાધાર યોગ [મન-વચન-કાયા] છે. જેવી આપણી મન-વચન-કાયાની પ્રવૃત્તિ તેવું જ ધ્યાન સમજવું. મનવચન-કાયાની પ્રવૃત્તિ શુભ તો શુભ ધ્યાન. મન-વચન-કાયાની પ્રવૃત્તિ અશુભ તો અશુભ ધ્યાન. માટે જ આપણા યોગો અશુભ બને, એવી કોઈપણ પ્રવૃત્તિ કરવાની શાસ્ત્રકારો ના પાડે છે. આપણા મોક્ષમાર્ગનો સંપૂર્ણ આધાર આ યોગો પર છે. આ યોગો જ આપણા કમાઉ પુત્રો છે. કમાઉ પુત્રો જ ખોટનો ધંધો કરે તો બાપને કેવું લાગે ? આપણે યોગોને જ અશુભમાં જવા દઈએ તો કેવું લાગે ? * છ જીવ નિકાયની પીડા એ આપણી જ પીડા છે, એવું નહિ સમજાય ત્યાં સુધી સાચા અર્થમાં આપણા યોગો હિંસાથી નહિ અટકે, અશુભ કાર્યોથી નહિ અટકે. - “મારે જે જગ જીવને રે, તે લહે મરણ અનંત.” કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૩૨૫
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy