________________
આ સક્ઝાયમાં આઠેય મદોના ઉદાહરણો આપેલા છે : 1 જાતિના મદથી હરિકેશી.
લાભના મદથી સુભૂમ. T કુલના મદથી મરીચિ. D ઐશ્વર્યના મદથી દશાર્ણભદ્ર. T બલના મદથી વિશ્વભૂતિ.
રૂપના મદથી સનકુમાર. I તપના મદથી દૂરગડુ. | શ્રુતના મદથી સ્થૂલભદ્ર કલેશ પામ્યા છે,
એમ એ સક્ઝાયમાં જણાવ્યું છે. આપણે એવા “નમ્ર' છીએ કે જાણે કોઈ જ મદ નડતો જ નથી !
ગુણનો મદ ન કરાય તેમ દોષનો પણ મદ ન કરાય ! જે દોષનો મદ કરો તે દોષ જડબેસલાક બની જાય ને જે ગુણનો મદ કરો તે તમારી પાસેથી ચાલ્યું જાય – આ નિયમ સતત યાદ રાખજો.
લોગરસની આરાધના
“લોગસ્સ કલ્પ'માં પ્રથમ ગાથા પૂર્વદિશામાં જિનમુદ્રાએ ૧૪ દિવસ તેના બીજ મંત્રો સહિત ૧૦૮ વાર ગણવાનું વિધાન છે. તે મુજબ ગણવાથી અને તેના ઉપસંહાર રૂપ છઠ્ઠી ગાથા બેસીને ૧૦૮ વાર ગણવાથી એક પ્રકારની અદ્દભુત શાન્તિ અનુભવાય છે.
૩૧૨ જ કહ્યું
ક્લાપૂર્ણસૂરિએ