SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ રોકનારો કોઈ વકીલ હજુ સુધી પાક્યો નથી. મૃત્યુ તો નિશ્ચિત છે જ. હવે સવાલ એ છે કે એ સમાધિમય શી રીતે બને ? એ વખતે જો કોઇ કષાયો આવી ગયા તો... ? કષાયો કૂતરા જેવા છે. વગર બોલાવ્યે આવતા મહેમાન જેવા છે. અરે, લાકડી મારીને કાઢો તો પણ આવી જાય તેવા આ કષાયો છે. કૂતરાનો આવો જ સ્વભાવ છે ને ? એક વખત સાદડીમાં (વિ.સં.૨૦૩૨) ચાલુ માંડલીમાં જ એક કૂતરાએ આવીને એક મુનિના પાત્રામાંથી મેથીનો લાડવો ઉઠાવી લીધેલો. કોઈ સાધુ અટકાવી ન શક્યા. કષાયો પણ આ કૂતરા જેવા છે, જે મહામુશ્કેલીએ મેળવેલા સમતાના લાડવાને ઊઠાવી જાય છે. મૃત્યુ વખતે આ કષાયોથી ચેતવાનું છે. અત્યારથી જો કષાયોને મંદ કરવાની સાધના કરી હશે તો મૃત્યુ સમયે કષાયની મંદતા રહી શકશે, સમતા જાળવી શકાશે. કષાય-જય માટે ઈન્દ્રિય-જય કરવો પડે. ઈન્દ્રિય-જય કર્યો નથી તેણે કષાય-જયની આશા છોડી દેવી જોઈએ. ડાયાબિટિશના દર્દીને મિષ્ટાન્ન ઈષ્ટ છે, પણ હિતકર નથી, તેમ ઈન્દ્રિયોના વિષયો ઈષ્ટ હોવા છતાં હિતકર નથી - એમ જે માનીને જ્ઞાનના અંકુશથી ઈન્દ્રિયોનું નિયંત્રણ કરે છે, તે જ કષાયો પર નિયંત્રણ કરી શકે છે. ઈન્દ્રિયનો નિગ્રહ જ્ઞાની જ કરી શકે. તીક્ષ્ણ જ્ઞાન, સતત જાગરૂક અવસ્થામાં રહેતું મન જ ઈન્દ્રિયોનું નિયંત્રણ કરી શકે. જ્ઞાનથી અહીં માહિતીવાળું જ્ઞાન નથી લેવાનું, પણ હૃદયથી ભાવિત થયેલા જ્ઞાનની અહીં વાત છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ ઉપા. યશોવિજયજી છે. મહાન જ્ઞાની હતા સાથે સાથે તેવા જ પ્રભુભક્ત પણ હતા. એમનું જ્ઞાન ભાવિત - અવસ્થામાં પહોંચેલું કહી શકાય. ભાવિત જ્ઞાન ન હોય તો જ્ઞાનસાર જેવી ઉત્કૃષ્ટ રચના થઈ શકે નહિ. એમની જ્ઞાનસાર ૩૦૪ × કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy