________________
આવા સમાધિસૂત્રો જેમાં રહેલા હોય, એ પ્રતિક્રમણની ઉપેક્ષા કરીને તમે બીજા કયા ધ્યાનની શોધમાં છો, એ જ મને સમજાતું નથી.
એક નમુત્થણુંનો મહિમા તો જાણો. જેના પર પૂ. હરિભદ્રસૂરિજી જેવાએ લલિત વિસ્તરા જેવી ટીકા રચી, જેના વાંચનથી સિદ્ધર્ષિ ગણિ જૈન દર્શનમાં સ્થિર થયા; જેનો પાઠ ઈન્દ્ર સ્વયં ભગવાન પાસે કરે, એ નમુત્થણે સૂત્રની પવિત્રતા કેટલી ? મહિમા કેટલો ?
નમુત્થણની સ્તોતવ્ય સંપદા, ઉપકાર સંપદા, સ્વરૂપ સંપદાવગેરે સંપદાને જણાવતા પદો વાંચો તો તમે નાચી ઊઠો. ભગવાનનો મહિમા તમે જાણી શકો. જે ક્ષણે તમે ભગવાનને સન્મુખ લાવો છો, એ જ ક્ષણે ભગવાનની કૃપાનું સીધું જ અવતરણ થવા લાગે છે.
પાણી અને પ્રકાશ [લાઈટ) સાથે જોડાણ કરીને તમે નળ અને લાઇટના બટન દ્વારા તે મેળવી શકો છો, તેમ ભગવાન સાથે જોડાણ કરીને તમે અનંત ઐશ્વર્યના માલિક બની શકો છો. જરૂર છે માત્ર જોડાણની. જોડાણ કરી આપે તેને જ યોગ કહેવાય.
આપણા આ પવિત્ર સૂત્રો જોડાણ કરી આપનારી લાઈનો છે.
દુકાળમાં પણ ભાર ઊનાળે લીલુંછમ ઝાડ જુઓ તો સમજી લેજો : એના મૂળનું જોડાણ પાતાળના પાણી સાથે થયેલું છે.
ચકલી ખોલતાં જ નળમાંથી પાણી આવે તો સમજજો ઃ એનું જોડાણ સરોવર સાથે છે. બટન દબાવતાં જ લાઇટ થાય તો સમજજો કે એનું જોડાણ પાવર હાઉસ સાથે છે. તેમ કોઇક મહાત્મામાં તમે કોઈ વિશિષ્ટ ઐશ્વર્ય જુઓ તો સમજજો કે એમનું જોડાણ પરમ ચેતના સાથે થયેલું છે.
પ્રભુનો મહિમા સમજાય અને હૃદય ભાવિત થાય એ માટે આ પાલીતાણા ચાતુર્માસમાં લલિતવિસ્તરા ગ્રંથ રાખવાનો વિચાર છે. બધાને ફાવશે ને ? પ્રતિક્રમણ, ચૈત્યવંદનાદિ સૂત્રોમાં તમે રસ લેતાં શીખો.
૨૯૪ જ કહ્યું ક્લાપૂર્ણસૂરિએ