SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રની અપેક્ષાએ લોકાકાશ પ્રમાણ છે. લોકાકાશથી બહાર નથી. એક આત્માને રહેવા અસંખ્ય આકાશ પ્રદેશ જોઈએ. કારણ કે આત્માના પ્રદેશો અસંખ્ય છે, પણ સાથે સાથે એ પણ યાદ રાખો કે એક આકાશ પ્રદેશમાં અનંતા આત્માઓ રહેલા છે. કાળની અપેક્ષાએ જીવાસ્તિકાય ત્રિકાળવર્તી છે. જીવાસ્તિકાયમાં આપણે ખરા ને ? આપણે પહેલા હતા, અત્યારે છીએ, ભાવિમાં પણ રહેવાના. પછી મૃત્યુનો ભય શાનો ? પર્યાય બદલાય, પણ દ્રવ્ય ન બદલાય. ૧૦ વર્ષ પહેલા મને કોઈએ જોયા હોય ને આજે જુએ તો કહે : હાઈટ નાની થઈ ગઈ. કમ્મર વળી ગઈ. આ બદલાતા પર્યાયો છે, પણ દ્રવ્ય કદી ન બદલાય. * પુગલની સાથે આપણે અભેદ કર્યો છે કે પ્રભુ સાથે અલગાવ રાખ્યો છે. જ્ઞાનીઓ કહે છે : પુદ્ગલ અલગ છે. પ્રભુ સાથે એકતા છે. આ તત્ત્વને સમજો. * ધજા વગેરેના હાલવા વગેરેથી નહિ દેખાતા પવનને પણ આપણે માનીએ છીએ, તેમ નહિ દેખાતો આત્મા કાર્યથી જાણી શકાય છે, ઉપયોગ દ્વારા જાણી શકાય છે. ઉપયોગના બે પ્રકાર છે : સાકાર અને નિરાકાર. સામાન્ય તે નિરાકાર [દર્શન] વિશેષ તે સાકાર [જ્ઞાન] છદ્મસ્થ પહેલા દર્શન કરે [જુએ) પછી જાણે. કેવળી પહેલા જાણે પછી જુએ. જેમાં ઉપયોગ હોય તે જીવમાં પરસ્પર - ઉપગ્રહ કરવાની પણ શક્તિ હોય જ. * પુદ્ગલ સાથે ભેદ, જીવો સાથે અભેદ સાધવાની જગ્યાએ આપણે ઉલ્ટે કર્યું છે. તીર્થના વાતાવરણમાં કંઈક નવું મળશે, એવી આશામાં આવ્યા હશો, પણ મેં તો જૂનું જ આપ્યું છે : કંટાળો નથી આવ્યો ને ? ઊંઘ નથી આવીને ? ૨૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy