SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં સિાધુપણામાં] આવ્યા પછી આ છકાયના જીવોને સંપૂર્ણ અભયદાન આપવાનું છે જીવોના ઋણમાંથી મુક્ત થવાનો આ એક જ માર્ગ છે. તમે [પં. વજસેન વિ., ચન્દ્રસેન વિ. વગેરે) અને અમે, આપણે બધા એક જ છીએ. પૂ. દાદાશ્રી મણિવિજયજી મ.માં બધા ભેગા થઈ જઈએ છીએ. તેમ જગતના સર્વ જીવોરૂપે આપણે એક છીએ. જગતના જીવો પોતાનો પરિવાર લાગે. ત્યારે જ ઋણના ભારથી દૂર થઈ શકાય. * જીવના એક-બે-ત્રણ એમ અનેક ભેદો છે. એક - ચેતનાની અપેક્ષાએ. બે - સિદ્ધ - સંસારીની અપેક્ષાએ. ત્રણ – ત્રણ વેદની અપેક્ષાએ. ચાર - ચાર ગતિની અપેક્ષાએ. પાંચ - પાંચ ઈન્દ્રિયોની અપેક્ષાએ છે. આ બધા ભેદો – પ્રભેદો યાવત્ ૫૬૩ ભેદો પણ આપણામાંથી સૌને યાદ હશે, પણ ભેદો જાણીને બેસી નથી જવાનું, પણ સૌ જીવો સાથે અભેદ ભાવ કેળવવાનો છે ભેદો અભેદ શીખવા માટે * પ્રશ્ન ઃ સભામાં શ્રીમંતને આગળ બેસાડાય, તેમ નવકારમાં અરિહંત શ્રીમંત છે, એમને પહેલા બેસાડ્યા, સિદ્ધ આઠેય કર્મોથી મુક્ત હોવા છતાં બીજા ક્રમે બેસાડ્યા. આ પક્ષપાત નથી ? ઉત્તર : પક્ષપાત નથી, પણ અરિહંતોમાં પરોપકારની મુખ્યતા છે, માટે. સિદ્ધો આનાથી નારાજ નહિ થાય. [જો કે તેમને નારાજગીનો સવાલ નથી. પણ આ તો આપણી ભાષાની વાત છે.] પ્રત્યુત રાજી જ થશે. કારણ કે સંસારમાંથી કાઢીને જીવોને સિદ્ધિગતિએ મોકલવાનું કામ અરિહંતો સતત કરતા જ રહ્યા છે. અરિહંતો જ ન હોત તો મોક્ષ-માર્ગ કોણ બતાવત ? મોક્ષ ૮૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy