SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ પાગલ, ઘ૨માં સાપો અને વિંછીઓને ભેગા કરતો રહે ને કહે કે મારા ઘરમાં નિર્ભયતા નથી... તેવાને શું કહેવું ? આપણે આવા જ છીએ. ક્રોધાદિ દોષરૂપી સાપ-વિષ્ણુઓનો સંગ્રહ કરતા રહીએ છીએ ને વળી પ્રસન્નતા માટે, નિર્ભયતા માટે ઈચ્છા રાખીએ છીએ. આ શી રીતે બની શકે ? દુઃખ દુઃખ આગ છે. તમે કથીર છો કે કંચન ? દુઃખ શિલ્પી છે. તમે માટી છો કે પત્થર ? દુઃખ ધરતી છે. તમે બી છો કે કાંકરા ? દુઃખ કુંભાર છે. તમે રેતી છો કે માટી ? જો તમે સુવર્ણ છો તો દુઃખની આગથી તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. આગથી કથીર ડરે... કંચનને શાનો ડર ? તમે જો આરસના પત્થર છો તો દુઃખના શિલ્પીથી ડરવાની કોઈ જરૂર નથી. ટાંકણાથી માટીનું ઢેકું ડરે, આરસને શાનો ડર ? તમે જો બી છો તો દુઃખની ધરતીમાં પ્રવેશથી ડરવાની કોઈ જરૂર નથી. કારણ કે ધરતીમાં પડેલો કાંકરો અંદરને અંદર પડ્યો રહે.... પણ બી તો ઘેઘૂર વૃક્ષ બનીને બહાર આવે ! તમે જો માટી છો તો દુઃખના કુંભારથી ડરવાની કોઈ જરૂર નથી... એ તમારામાંથી નવી-નવી ડીઝાઈનના ઘડા બનાવશે ! કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૨૩
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy