SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ આપવાનો] લેવાની જરૂરી નથી. આપણો ભ્રમ હોય છે ? વધુ બોલીશું તો વધુ લોકો પામશે. તમારા જીવનમાં હશે તો જ શ્રોતાના હૃદયમાં અસર પડશે. ગોળ ખાતા સંન્યાસીએ પેલા છોકરાને ત્યારે જ પ્રતિજ્ઞા આપી જ્યારે તેમણે પોતે ગોળનો ત્યાગ કર્યો. “હું જ ગોળ ખાતો હોઉં તો બીજાને તેના ત્યાગ માટે શી રીતે કહી શકું ?' ત્યારથી મેં નક્કી કર્યું ઃ કદી બે વ્યાખ્યાન ન આપવા. ત્યારથી જાહેર વ્યાખ્યાન પણ છોડ્યા. * માત્ર પ્રભાવક નહિ, આરાધક બનવું છે આપણે. પૂ. પંન્યાસજી મ. ખાસ પૂછતા : તમારે શું બનવું છે ? પ્રભાવક કે આરાધક ? ગીતાર્થ અને આરાધક બનવાની સલાહ આપતા. આખરે આરાધક જ જીતે છે, પ્રભુ-ભક્ત જ જીતે છે, એમ તેઓ સમજવતા. બીજા ભલે ગમે તે બને કે ગમે તે કરે, પણ મેં તો આરાધક બનવાનું જ લક્ષ્ય રાખ્યું. બોલો, મને કાંઈ નુકશાન થયું ? * ચિંતામણિ રત્ન કરતાં પણ અધિક મૂલ્યવાન આપણું નિર્મળ મન છે. એને કદી મલિન ન બનવા દો. આરાધનાનો આ જ સાર _ 'चित्तरत्नमसंक्लिष्टमान्तरं धनमुच्यते ।' * એક રાજાના પાંચસોય કુમારો જ્યારે રાધાવેધ સાધવામાં નિષ્ફળ ગયા ત્યારે મંત્રીએ ગુપ્ત રીતે ઉછેરેલા પુત્રને બહાર કાઢીને કહ્યું ઃ નિરાશ થવાની જરૂર નથી. રાજન ! હજુ આશાનું એક કિરણ છે. એ પુત્ર રાધાવેધ સાધવા ઊભો થયો ત્યારે ૨૨ તોફાની રાજકુમારો તથા ખુલ્લી તલવારો લઈને ઉભેલા બે સુભટો તેમાં વિઘ્ન નાખવા તૈયાર થયા, પણ તેણે રાધાવેધ સાધ્યો જ. | બે સુભટો તે રાગ-દ્વેષ ને ૨૨ જણ તે ૨૨ પરિષહો. તેમનાથી ચલિત થયા વિના આપણે સમાધિ-મૃત્યુને સાધવાનું છે. કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૦૧
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy