SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યે ઝૂકી પડે. પ્રભુ કેટલા કરુણાસાગર છે ? કેટલા તારવાની બુદ્ધિવાળા છે ? ચંડકૌશિકને ફરી દુર્ભાવ ન આવે માટે ભગવાન મહાવીર તે જ અટવીમાં ૧૫ દિવસ સુધી રહેલા. કેટલી કરુણા ? * સાકરના ઢગલામાંથી કોઇ પણ દાણો મીઠાશ વિનાનો નથી, તેમ જિનાગમની કોઇપણ પંક્તિ આત્મહિત વિનાની નથી. મીઠાના ઢગલામાંથી કોઈપણ દાણો ચાખો તો તે ખારો જ હશે, લીમડાનું કોઈપણ પાન કડવું જ હશે. કેટલાક લીમડા જેવા કડવા. કેટલાક મીઠા જેવા ખારા. કેટલાક સાકર જેવા મધુર હોય છે. આપણે કેવા ? સંસારના વિષયો લીમડા જેવા કડવા છે. ઊંટને કડવો લીમડો પણ મીઠો લાગે, તેમ ભવાભિનંદીને કડવા વિષયો પણ મીઠા લાગે. કષાયો મીઠા જેવા ખારા છે. સંસાર-રાગીને એ પણ મીઠા લાગે છે. જિન-વચન સાકર જેવું મધુર છે. વિષય-કષાય આપણને ખારા, કડવા ને કઠોર બનાવે છે. જિનવચન આપણને મધુર બનાવે છે. * બધા દ્રવ્યોથી જીવ જુદો છે. કારણ કે એના લક્ષણો જુદા છે. પણ આપણે જ્ઞાનાદિ લક્ષણો ભૂલી ગયા એટલે જ દુઃખી બની ગયા. શરીરને જ ‘હું' માની બેઠા. એના સુખે સુખી અને એના દુઃખે દુ:ખી બની બેઠા. ફલતઃ જડ તો ન બન્યા, પણ જડ જેવા જરૂર બની ગયા. સવાસો ગાથાનું સ્તવન વાંચો. પ્રભુની પ્રાર્થનાના માધ્યમથી કેવા પદાર્થો ગોઠવ્યા છે : ‘જિહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યું; તિહાં લગે ગુણઠાણું ભલું, કિમ આવે તાણ્યું ?...'' ૨૬૪ ♦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy