________________
ક્રોડો રત્નોને કાચના ભાવે વેંચનારા પુત્રો જેવા જ આપણે છીએ. ભક્તિ કરી શકાય તેવા આ જીવનમાં માત્ર શક્તિ એકઠી કરતા રહીએ છીએ. થોડી સામગ્રી એકઠી કરતા રહીએ છીએ. પ્રભુ બની શકાય એવા જીવનમાં માત્ર બે-પાંચ લાખ રૂપિયામાં સંતુષ્ટ બની જઈએ છીએ.
* સૌ પ્રથમ બાલ્યાવસ્થામાં અહીં યાત્રા કરેલી, ત્યારે કશું જાણતો ન્હોતો. દાદાને જોઈ ‘વાહ વાહ' બોલી ઊઠેલો. પણ બીજરૂપે રહેલા એ જ સંસ્કારો આજે કામ લાગે છે.
દાદા પાસે આવીને કોઈ ભક્ત ‘વાહ....વાહ.. .દાદા' બોલે. [વધારે તો સમય ક્યાં ? દર્શનાર્થી ઘણા હોય.] એટલા માત્રથી એનું કામ થઈ ગયું સમજો. કારણ કે ‘વાહ' બોલતાં જ એણે દાદાના બધા જ ગુણોની અનુમોદના કરી લીધી.
* સભ્ય મળ્યાની નિશાની શી ?
પ્રભુ-મૂર્તિ દેખાતાં જ પ્રભુ સામે હોય તેમ દેખાય ! આગળ વધીને આત્મામાં પણ પ્રભુ દેખાય ! આમ સમ્યક્ત્વથી દૂર-દૂર રહેલા પ્રભુ નજીક નજીક લાગે. દૂર રહેલા ભગવાનને નજીક લાવી આપે તેનું નામ સમ્યગ્ દર્શન !
ભગવાન ભલે સાતરાલોક દૂર હોય, પણ ભક્તને મન અહીં જ છે, સામે જ છે, હૃદયમાં જ છે, સમ્યક્ત્વી બનવું એટલે ભક્ત બનવું ! અહીં તો દાદા માત્ર પર્વત પર છે, પણ મોક્ષમાં ગયેલા ભગવાન તો સાત રાજલોક દૂર છે.
ઈન્ટર્નેટ, FAX, ઈમેલ, ફોન ઇત્યાદિ દ્વારા તમે દૂર અમેરિકામાં રહેલા માણસ સાથે પણ સંપર્ક સાધી શકો છો, તેમ કિત દ્વારા તમે દૂર રહેલા ભગવાન સાથે સંપર્ક સાધી શકો.
‘સાત રાજ અળગા જઈ બેઠા, પણ ભગતે અમ મનમાંહિ પેઠા'' મનમાં ભગવાન શી રીતે આવ્યા ?
ભક્તિના માધ્યમથી !
ધ્યાનના માધ્યમથી !
ભક્તિ-ધ્યાન-જ્ઞાન વગેરે જેટલા પ્રબળ બને તેટલા ભગવાન કહ્યું, કલાપૂર્ણસૂરિએ * ૨૪૫