SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા ચૈત્ર વદ-૧૩ ૨-૫-૨૦૦૦, મંગળવાર * અનંત કરુણાના સાગર, શ્રી વીપ્રભુએ કર્મથી જકડાયેલા જીવોને આ સંસારમાં જરાય સુખ નથી એમ બતાવ્યું છે. સંસારમાં સુખ શોધવું એટલે રણભૂમિમાં પાણીની શોધ કરવી ! મૃગતૃષ્ણામાં પાણીની શોધ કરવી ! : હરણ દૂર દૂર જુએ છે : કેટલું પાણી ! હું ત્યાં જઈશ ને મારી તૃષા છીપાવીશ. ખૂબ દોડે પણ પાણી ન મળે. હજુ કદાચ થોડે દૂર હશે – એમ વિચારી દોડે પણ પાણી ન મળે. તેમ વિષયો આપણને - ખૂબ દોડાવે છે, પણ સુખ નથી આપતા. * સંસારનો સ્વભાવ દુઃખમય છે તેમ ધર્મનો સ્વભાવ સુખમય છે. આ જીવોને આનંદ આપવા માટે જ પ્રભુનો અવતાર છે. ‘જગાનંદો’ પ્રભુનું જ વિશેષણ છે. રાગ-દ્વેષ હોય ત્યાં સુધી કેવળજ્ઞાન થતું નથી. આ રાગ-દ્વેષ જ આપણા આત્માને મલિન બનાવે છે. રાગ-દ્વેષ જ આપણા આનંદને રોકે છે. સમિતિ-ગુપ્તિના પાલન સાથે રાગ-દ્વેષ છોડો તો જ ચારિત્ર શુદ્ધ બને. મલિનતા દૂર કરી આનંદ સુખને પ્રકટ કરવાની કલા પ્રભુ શીખવાડે છે. * યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં આચાર પાલન કેમ કરવું ? કહ્યું, કલાપૂર્ણસૂરિએ * ૩૧
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy