SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ જોઈએ. ક્ષણ પણ પ્રણિધાન ન જવું જોઈએ. પ્રણિધાન જેટલું દઢ તેટલી ઉન્નતિ દઢ. ૧૫-૨૦ કિ.મી.નો વિહાર હોય તો કઈ ઝડપથી ચાલો ? ને નાનો વિહાર હોય તો કેવી ઝડપે ચાલો ? નિર્ણય કરીને ચાલો ને ? આ નિર્ણય તે જ પ્રણિધાન છે. આ બધી બાબત અહીં લગાડો. - વિહારનો નિર્ણય કરી પછી વચ્ચે ક્યાંય રોકાવ ખરા ? દૃઢ સંકલ્પ હોય તો સમિતિ-ગુપ્તિમાં પ્રમાદ થાય ? આ વાચનાના શ્રવણથી દઢ સંકલ્પ કરો કે હું હવે આ સમિતિ-ગુપ્તિનું દઢ પાલન કરીશ. ત્રણ પ્રકારના બોર્ડ (આજના) ઓફીસ પર ? નો એમીશન વિધાઉટ પરમીશન વિદ્યાલય પર ઃ નો એમીશન વિધાઉટ ડોનેશન સાધનાધામ પર ઃ નો એમીશન વિધાઉટ ડીવોશન. પાંચ મુક્તિ (૧) સાલોક્ય : ભગવાન સમાન લોકની પ્રાપ્તિ (૨) સાષ્ટિ : ભગવાન સમાન ઐશ્વર્યની પ્રાપ્તિ. (૩) સામીપ્ય : ભગવાનની નજીક સ્થાનની પ્રાપ્તિ. (૪) સારૂપ્ય : ભગવાન સમાન સ્વરૂપની પ્રાપ્તિ. (૫) સાયુજ્ય ઃ ભગવાનમાં લયની પ્રાપ્તિ. – ભાગવત ૩/૨૯/૧૩ ક્યારે કોની આરાધના ? તપોવૃદ્ધિ માટે વર્ધમાન સ્વામી – આદિનાથ શાન્તિ માટે શાન્તિનાથ બ્રહ્મચર્ય માટે નેમિનાથ વિઘ્ન વિદારણ માટે પાર્શ્વનાથ ૨૨૪ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy