SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ અજવાળામાં આપણો પગ ખાડામાં ન જ પડે. વિવેકનું જાગરણ થયેલું હોય તે ઉન્માર્ગે ન જ જઈ શકે. * આપણા નિમિત્તે બીજાને અપ્રીતિ ન થાય એવું વર્તન તે ઔચિત્ય. ભગવાને પેલા કુલપતિની ઝુંપડીનો તરત જ ત્યાગ કરેલો, તે અપ્રીતિ કોઈને ન થાય માટે જ. “હેલા વોટ વિ #ોડું ન દે નૂઠ | ऐसा बैठ कि कोई न कहे ऊठ ॥ પૂ. પં. ભદ્રંકરવિજયજી મ. કહેતા : રસ્તામાં નિર્જીવ ચંડિલ ભૂમિએ બેસવા કરતાં લીલોતરીવાળી જગાએ બેસવું સારું ! આપણા નિમિત્તે કોઈને અપ્રીતિ થાય, શાસનની અપભ્રાજના થાય, એના જેવું બીજું કોઈ પાપ નથી. * “ભગવદ્ ! આપ પાસે રહો છો ત્યાં સુધી દુર્બુદ્ધિ મારી પાસે ફરકતી નથી, પણ જ્યાં હું આપનાથી દૂર થાઊં છું, ત્યાં જ દુબુદ્ધિનું આક્રમણ શરૂ થાય છે ! આપ મને એક પરિચારિકા ન આપી શકો, જે મારી સદા સંભાળ લે ?' ગુરુએ તેને કહ્યું : ૨૪ કલાક તો હું તમારી પાસે ન રહી શકું, પણ સુબુદ્ધિ નામની પરિચારિકા તારી સેવામાં ગોઠવું છું, પણ તારે તેનું સદૈવ માનવું પડશે.” ગુરુએ પરિચારિકા મોકલી તેનું નામ સુબુદ્ધિ ! કાશ ! આ સુબુદ્ધિ આપણને મળી જાય. * મકાન બનાવતાં પહેલા પ્લાન બનાવવું પડે, પછી જ મકાન વ્યવસ્થિત બની શકે. આપણા મુનિ-જીવનનું પ્લાન શું ? પૂર્ણતા મેળવવી તે. પૂર્ણતા એ જ તમારું લક્ષ્ય છે ને ? એ જ તમારો પ્લાન છે ને ? તમે એ ભૂલી ન જાવ માટે જ જ્ઞાનસારના પ્રથમ અષ્ટકમાં પૂર્ણતા પર લખ્યું છે. બાકીના ૩૧ અષ્ટકો એ પૂર્ણતા શી રીતે ૪ જ કહ્યું, ક્લાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy