SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થની સ્થાપના ન થઈ શકે તે છે. * દીક્ષા લીધી ત્યારે તો વૈરાગ્ય હતો. અત્યારે છે કે એ ઊભરો શમી ગયો ? સાચો વૈરાગ્ય દિન-પ્રતિદિન વધતો જ રહે. દુકાન ખોલો તે દિવસે કમાણી થાય અને પછી ન થાય તે ચાલે ? * મૂર્તિદર્શન, જૈનદર્શન, સમ્યગ્દર્શન, આત્મદર્શન, પ્રભુદર્શન - આ બધા જ દર્શનના પ્રકારો છે. ખરેખર તો આ બધા જ દર્શનો થાય છે ત્યારે એકી સાથે જ થાય છે, * સંતોની વાણી પાંચ હેતુઓથી નીકળતી હોય છે : પ્રબોધ, વિવેક, હિત, પ્રશમ અને સમ્યફ તત્ત્વનો ઉપદેશ. * સન્માર્ગે લઈ જાય તે સન્મતિ, ઉન્માર્ગે લઈ જાય તે દુર્મતિ. * તમારામાં તીવ્ર જિજ્ઞાસા હોય તો યોગ્ય માર્ગ-દર્શક ગુરુ મળે જ. કદાચ કોઈ ગુરુ ન મળે તો પુસ્તક મળે. પુસ્તક ખોલતાં જ તમને જોઈતું હોય તે જ પાનું મળે. * સજ્જનોની વાણી પ્રબોધ માટે હોય છે. પ્રબોધ એને કહેવાય, જે વિવેક જગાડે, સ્વ-પરનો ભેદ જણાવે, દેહ-આત્માની ભિન્નતા જણાવે. આપણે બીજું બધું જાણીએ છીએ; એક માત્ર આત્માને છોડીને. નવ તત્ત્વમાં સૌ પ્રથમ જીવતત્ત્વ મૂક્યું. એ જીવ-તત્ત્વથી જ આપણે દૂર રહીએ તેમ કેમ ચાલે ? * “મૂદે બ્દિ પવે પ્રભુહું મૂઢ છું, પાપી છું. આવું કોણ બોલે છે ? સમર્થ જ્ઞાનીઓ. ને આપણે આપણી જાતને સર્વજ્ઞ માનીએ છીએ ! નવપૂર્વી આર્યરક્ષિત જેવાને પણ જ્ઞાન-દાતા ગુરુએ કહેલું : હજુ તું બિંદુ જેટલું માંડ ભણ્યો છે. સાગર જેટલું બાકી છે. સ્વ-પર બોધ પામવા તત્ત્વજ્ઞાનના ગ્રંથોનો ગહન અભ્યાસ જોઈએ. - કર્મ અને જીવ દૂધ-પાણીની જેમ મળેલા છે. વિવેકી મુનિ - હંસ જ તેને અલગ કરી શકે, એમ ૧૫ મા અષ્ટકમાં ઉપા. યશો ૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy