SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયો ચિત્તને ચકડોળે ચડાવે છે, ચિત્તને વ્યાકુળ અને વ્યગ્ર બનાવે છે. વ્યાકુળ અને વ્યગ્ર ચિત્તમાં સુખ આવી શકે એમ તમે કલ્પના કરી શકો છો ? આ ભવમાં પણ સુખી બનવું હોય તો પણ કષાયોને કાત્યે જ છુટકો છે. * આવું અતિશય દુર્લભ ચારિત્ર મળ્યા પછી પણ જો એની વિરાધના થાય તો તમારી હાલત પેલા માણસ જેવી થાય, જેનું વહાણ તૂટી ગયું છે ને દરિયામાં ડૂબી રહ્યો છે. એ માણસ બીજા કોઈની ભૂલથી નહિ, પોતાની જ ભૂલથી ડૂબી રહ્યો છે. એણે જાતે જ વહાણમાં કાણા કર્યા હતા. આપણે ચારિત્રના જહાજમાં કાણા નથી કરતા ને ? અતિચાર લગાડવા એટલે ચારિત્રના જહાજમાં કાણા પાડવા. [ગાથા-૧૦૫] હવે નક્કી કરો : મારે કાણા નથી પાડવા. નિરતિચાર ચારિત્ર પાળવું છે. નિરતિચાર ચારિત્ર પાળનારો ચારિત્રરૂપી જહાજમાં બેસીને આનંદપૂર્વક સંસાર સાગરના પેલા કિનારે પહોંચી જાય છે. એક ભાઈ ૧૫-૧૬ જણ સાથે પરદેશમાં શોખ ખાતર નાવડીમાં બેઠા ને સમુદ્રમાં ભયંકર તોફાન આવ્યું. નાવ ડૂબવાની તૈયારીમાં. મનમાં થયું ? નકામાં આપણે આવો શોખ કર્યો. પણ હવે શું થાય ? નવકાર ગણવા શરૂ કર્યા. નવકારના પ્રભાવથી તે જ વખતે બીજી નાવ બચાવવા આવી પહોંચી અને તેઓ બચી ગયા. સામખીયાળીના નરસી જસા સાવલાએ પોતાનો આ અનુભવ અમને કહેલો. ખેર, આપણી નાવડી તો સલામત છે ને ? જીવન નૈયા હાલક-ડોલક લાગે ત્યારે પ્રભુને યાદ કરજો. પ્રભુ જ જીવન-નૈયાના ખેવૈયા બની શકે તેમ છે. પૂ. ઉપા. યશોવિજયજી કહે છે : “તપ-જપ મોહ મહાતોફાને, નાવ ન ચાલે માને રે; પણ મુજ નવિ ભય હાથોહાથે, તારે તે છે સાથે રે....' કઇ કલાપૂર્ણસૂરિએ જ ૧૯૧
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy