SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ વિસરાઈ નથી ગયોને ? બસમાં ઊભા રહેલા વેપારનું ટેન્શન લઈને ફરતા ગૃહસ્થો દુઃખમાં હોવા છતાં પોતાને દુઃખી માનતા નથી. સામે લાભ દેખાય છે ને ? તેમ જ્ઞાનાદિ માટે આપણે થોડી તકલીફ નહિ ઊઠાવીએ ? * જે ચારિત્રને સ્વીકારવા ચક્રવર્તી પણ પોતાની છ ખંડની દ્ધિ તણખલાની જેમ ફેંકી દે, એ ચારિત્ર આપણને મળ્યું છે. એની ખુમારી કેવી હોવી જોઈએ ? ચારિત્ર આવું મૂલ્યવાન છે. ત્રણ ભુવનના રાજા ભગવાને મને આપ્યું છે, એમ તમને લાગે છે ? ઇન્દ્ર સહિત બધા દેવો ચારિત્રધરને વંદે છે, એ ચારિત્રનું શું વર્ણન કરવું ? વિરતિધરને પ્રણામ કર્યા પછી જ ઈન્દ્ર પોતાની સભા શરૂ કરે છે. ભવ-ભ્રમણના ચક્રને ચીરી નાખનારા ચારિત્રને પામીને આપણે પ્રમાદમાં પડ્યા રહીશું ? ગૃહસ્થોને, જો પૈસા મળતા હોય તો તકલીફો તકલીફરૂપે ન લાગે તો કર્મ-નિર્જરાકારી આ ચારિત્રઅનુષ્ઠાનમાં આપણને તકલીફ લાગશે ? આ વિશ્વમાં ચારિત્ર સુધી પહોંચનારા કેટલા ? વિશ્વમાં સૌથી થોડા માનવો છે. તેમાંય થોડા આર્યો છે. એમાં પણ થોડા જૈનો છે. એમાંય થોડા સાધુઓ છે. એમાંય થોડા તાત્વિક સાધુઓ છે. થોડા આર્ય અનાર્ય જનમાં, જૈન આર્યમાં થોડા; તેમાં પણ પરિણત જન થોડા, શ્રમણ અલ્પ બહુ મુંડા...” – ઉપા. યશોવિજયજી મ. આવી દુર્લભ સાધુતા માટે તકેદારી કેટલી ? દેવો પણ જે સુખને ન પામી શકે, એવું સુખ આ જ ભવમાં સાધુ મેળવી શકે, આ ઓછી વાત છે ? પણ એક વાતનો ખ્યાલ છે ? તમારી પાસે જો લાખો-કરોડો રૂપિયા આવી ગયા હોય ને ગુંડાઓને ખબર પડી જાય તો શું કરે ? તમને રસ્તા વગેરેમાં ક્યાંક લૂંટી જ લે. ચારિત્રરૂપી ચિંતામણિ જેવી મૂલ્યવાન ચીજ મળી ગયા પછી મોહરાજા નામનો ગુંડો તમને કહ્યું કલાપૂર્ણસૂરિએ છે ૧૮૦
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy